અન્ન સુરક્ષા અધિકાર કાનૂન હેઠળ 3.25 કરોડ નાગરિકોને લાભ અસરકારક અને તાત્કાલિક મળે તેમજ મનરેગા યોજના હેઠળ સ્થાનિક રોજગારી અસરકારક રીતે મળે તે માટે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.  

0
583

     Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

   અન્ન સુરક્ષા અધિકાર કાનૂન હેઠળ લાભાર્થી 54 ટકા એટલે 3.25 કરોડ નાગરિકોને તેનો લાભ અસરકારક અને તાત્કાલિક મળે તેમજ મનરેગા યોજના હેઠળ સ્થાનિક રોજગારી અસરકારક રીતે મળે તે માટે તંત્ર કામગીરી કરે તેવી માંગણી સાથે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ.14/03/2016 ના રોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

        આવેદન પત્રમાં જણાવ્યુ છે કે, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ.મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે. કમનસીબે, ભાજપની સંકુચિત માનસિકતા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને 54 ટકા પરિવારો એટલે કે 3.25 કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે. રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારી રીતરસમોથી ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીનના નિયમ મુજબ મળતા જથ્થામાંથી વંચિત રાખી રહ્યા છે. ગરીબોને નિયમ મુજબ મળવાપાત્ર જથ્થો કાળાબજારીયા- સંગ્રહખોરો બારોબાર સગેવગે કરી રહ્યા છે.

        સ્થાનિક રોજગારી 100 દિવસના કામનો અધિકાર કાયદા સ્વરૂપે વિશ્વની ઐતિહાસિક  રોજગારી આપતી ” મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર”  મનરેગા યોજના અંગે ભાજપે સતત નકારાત્મક પ્રચાર કરીને ગરીબોના હક્ક-અધિકાર પર તરાપ મારી, સાથોસાથ ભાજપ શાસિત રાજ્યોમાં પણ મનરેગા અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અસરકારક અમલીકરણ થતું નથી. ગત વર્ષ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક અમલથી મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2014-15 માં નાણાં ફાળવણીમાં મોટાપાયે ઘટાડો કર્યો હતો. છેલ્લા 19 માહિનામાં કેન્દ્રના શાસનમાં મનરેગા અંતર્ગત જાણી જોઈને કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે નાણાનાં અભાવે સરકારી આદેશ કરીને મનરેગા અંતર્ગત નાણાં ન ચૂકવવા સૂચના આપી છે.

        આમ, સમગ્ર દ્રષ્ટિએ ભાજપ સરકારની નીતિ ગરીબ વિરોધી જનવિરોધી છે તે સ્પષ્ટ થાય છે. અન્ન સુરક્ષા અધિકાર કાનૂન હેઠળ લાભાર્થી 54 ટકા એટલે 3.25 કરોડ નાગરિકોને તેનો લાભ અસરકારક અને તાત્કાલિક મળે તેમજ મનરેગા યોજના હેઠળ સ્થાનિક રોજગારી અસરકારક રીતે મળે તે માટે તંત્ર કામગીરી કરે તેવી માંગણી સાથે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here