અમદાવાદનાં સોલા સિવિલ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ

0
33
–  અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિવિધ રોગોની સારવાર લીધેલ દર્દીઓ સાથે ભારત સરકારના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને યોજનાનો લાભ કેવી રીતે મળ્યો? આ કાર્ડ કેવી રીતે કાઢવામાં આવ્યું અને આ કાર્ડ પછી જે રોગની સારવાર થઈ તેમાં કોઈપણ પ્રકારનો ખર્ચ થયેલ છે? કેવી રીતે હોસ્પિટલે સારવાર કરી તેનો વિગતવાર સંવાદ કરવામાં આવ્યો હતો. વિવિધ રોગો જેવા કે હૃદયરોગ કિડની એપેન્ડિક્સ બર્ન્સ કેસ એકસીડન્ટ કેસ ની રિપ્લેસમેન્ટ સહિત વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત કરી ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો બહોળો પ્રચાર પ્રસાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનો ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજા, કલેકટર વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ સહિત અમદાવાદ જિલ્લા તેમજ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ સોલા સિવિલ ખાતે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સોલા સિવિલ ખાતે હ્રદય રોગ, ની રીપ્લેસમેન્ટ, આંખની સારવાર, થાપાનું ઓપરેશન, બાયપાસ સર્જરી, મોતિયા સહીતની વિવિધ સારવાર લીંધેલા 100 થી વધારે લાભાર્થી હાજર રહ્યા હતા. આયુષ્યમાન યોજનાના માં પાંચ લાખ સુધીની સારવાર મફત કરવામાં આવે છે. પ્રાથમિક સારવાર થી લઇ ગંભીર બીમારીની સારવાર આ યોજના હેઠળ કેસ લેસ થાય છે. અમદાવાદ જિલ્લામાં કુલ 243562 ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. અણદુભાઈ ડોડીયાના હૃદય રોગના ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ક્લેમ આ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવ્યો હતો. ગુજરાતની 2628 હોસ્પીટલ માં યોજનાનો લાભ મળે છે જેમાં 1805 સરકારી અને 823 મલ્ટીસ્પૈશ્યાલી ખાનગી હોસ્પીટલમાં પણ આયુષ્યમાન યોજનાનો લાભ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here