અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું કરાયું સન્માન

0
369

  • ચાંગા નડીયાદ ફિઝોયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હાર્દિ સોની નાનપણથી શુરવીર પાળીયા વિશે અવનવુ જાણવા માટે ઉત્સાહીત છે.

 

સામાન્ય રીતે અત્યારની કેટલીક યુવતીઓ શહેરી જીવનશૈલી થી પ્રભાવીત થઇને મોલ મલ્ટીપ્લેક્ષમાં નવરાશનો સમય પસાર કરવાનું પસંદ કરતી હોય છે પરંતુ અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારની હાર્દી સોની પોતાના વ્યસ્ત વિદ્યાર્થી જીવનમાંથી સમય કાઢીને શૂરવીર પાળીયા પર સંશોધન કરીને લેખ લખી રહી છે. ચાંગા નડીયાદ ફિઝોયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હાર્દિ સોની નાનપણથી જ શુરવીર પાળીયા વિશે અવનવુ જાણવા માટે ઉત્સાહીત છે. તાજેતરમાં જ વાંકાનેરના પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ એન. ભાટી તથા ભાલરત્ન રમણીકભાઈ ઝાપડિયા દ્વારા હાર્દિ સોનીનું સન્માન કરતા ભાલ પંથક સહિત અમદાવાદ જિલ્લાનનું ગૌરવ વધાર્યુ છે.

તાજેતરમાં ગુજરાત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા શૂરવીર પાળિયા પુસ્તકનુ વિમોચન ભચાઉ તાલુકાના કંથકોટ મુકામે કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારના ધોલેરા તાલુકાના ગોરાસુ ગામના જીવાજીબાપુ ઉમટના બલિદાન તથા ગામ માટેની ઉચ્ચ ભાવનાને વાચા આપતા સત્ય લેખને પણ સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિ સોની દ્વારા લખવામાં આવેલ લેખ માટે મહોબ્બત સિંહ ઉમટ, યુવરાજ સિંહ વી. ઉમટ તથા ગાયત્રી સોનીએ માર્ગદશન આપ્યુ હતુ. વાંકાનેરના પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ એન. ભાટી તથા ભાલરત્ન સમા રમણીકભાઈ ઝાપડિયા દ્વારા હાર્દિ સોનીનું સન્માન કરી આશિષ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here