અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અનેક વિસ્તારોમાં “ગ્રામ્ય જીવન દર્શન” વર્ગ યોજાયો.

0
140

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં જાણિતી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે ગત તા. 21 મે થી 26 મે દરમિયાન અખિલ ભારતીય વિઘાર્થી પરીષદ કર્ણાવતી નગર દ્વારા “ગ્રામ્ય જીવન દર્શન” કાર્યક્રમના વર્ગ યોજવામાં આવ્યો હતો. આ વર્ગમાં ગુજરાત યુનિવર્સિટીના 50 યુવાનોએ પાંચ દિવસ દરમિયાન વિરમગામ, માંડલ, પાટડી તાલુકાનાં આશરે 40 ગામડાઓની આશરે 2200 કુટુંબની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન યુવાનોએ ગ્રામ્ય જીવનની સંસ્કૃતિ, વિવિઘતા, રહેણીકરણી ત્યાંની મૂશ્કેલીઓ તથા ગ્રામ્ય જીવનની વિશેષતાઓનો અભ્યાસ કર્યો હતો. આ ગ્રામ્ય જીવન દર્શન વર્ગનો ઉદ્દેશ્ય શહેરી જીવનમા રહેતા યુવાનોને ગ્રામ્ય જીવનથી વાકેફ થાય તે માટે નો હતો. તેમજ મુલાકાત લેનાર યુવાનોને મહેમાનની રીતે રાખી ચા-નાસ્તાની વ્યવસ્થા પુરી પાડતાં હતા. આ ગ્રામ્ય જીવન દર્શન વર્ગને સફળ બનાવવા માટે કર્ણાવતી મહાનગર મંત્રી કુશભાઇ પંડ્યા સહમંત્રી કિર્તીભાઇ ભરવાડ, ગાંઘીનગર વિભાગ પ્રમુખ તેજશભાઇ વજાણી, વિરમગામ સહ અઘ્યક્ષ સંતોષભાઇ ગુપ્તા, તેમજ અખિલ ભારતીય વિઘાર્થી પરીષદના કાર્યકર ગોપાલ ભરવાડ, કિરણ સોલંકી, પ્રવિણ શાહ, વિજયસિંહ ચાવડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી ત્યારે વર્ગ દરમિયાન વિઘાર્થીઓને પાંચ દિવસ વિરમગામ શહેરમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વ્યવસ્થા પુરી પાડવા બદલ વિઘાર્થી પરીષદે શાળા પરીવાર તથા સંચાલક ગોપાલભાઇ ભરવાડનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here