અમદાવાદ જિલ્લાના વિરમગામની સરસ્વતી સાધના કેન્દ્ર ખાતે ધો. – ૧૦ અને ધો. – ૧૨ ના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની કરાઈ વ્યવસ્થા

0
22

– અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ વિરમગામ શાખા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી સરસ્વતી સાધના કેન્દ્ર ચલાવવામાં આવે છે.

અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ વિરમગામ શાખા પ્રેરીત સરસ્વતી સાધના કેન્દ્ર દ્વારા વિરમગામ કેન્દ્રમાં ધો. – ૧૦ અને  ધો. – ૧૨ની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાજનની વાડીમાં રહેવા જમવા તથા અભ્યાસની સગવડ કરાવવામાં આવી છે. છેલ્લા ૧૫ વર્ષથી ચાલતા આ સેવાયજ્ઞમાં આ વર્ષે આજુબાજુના ગામના ૭૦ વિદ્યાર્થીઓએ લાભ લઇ રહ્યા છે. સરસ્વતી સાધના કેન્દ્રનો નાના શાહપુર, શાહપુર, વડલા, ભાલાળા, વનથળ, ઘોડા, કમીજલા, મેણી, સાંઢેડા, વેજી, શિયાળ, કડેચી, ગડથલ સહિત દુરના અંદરના ગામોના વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય, સમયસર કેન્દ્ર પર જઈ શકાય તેમજ વાંચન માટે એકાંત મળી રહે તે હેતુસર લાભ લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ નગરજનોના સહયોગથી ચાલતી પરીક્ષાથી શિબિરમાં સવારે ચા-પાણી નાસ્તો બપોરે મીઠાઈ સાથે ભોજન તથા સાંજે સાદું ભોજન સાથે દરેક પરીક્ષાર્થી ઓને જે તે પરીક્ષાના વિષય માટે માર્ગદર્શકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેજશભાઇ વજાણી, કિરણ સોલંકી, ભરત ગોતરેજીયા, રાહુલ વનવાડી, સંજય હાલાણી, દેવેન્દ્રભાઇ રાજપુત, સંતોષભાઇ શાહ સહિત ના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here