અમદાવાદ જીલ્લાના બોપલ ખાતે “સમયના મૂલ્યો અને સત્યતા” પુસ્તકનું વિમોચન કરાયુ

0
176

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

અમદાવાદ જીલ્લાના બોપલ ખાતે સફલ પરીસર-1 માં અંબાલાલભાઇ પટેલ (જાવીયા) લીખીત “સમયના મૂલ્યો અને સત્યતા” પુસ્તકનું વિમોચન બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર વૃશાલી દાતારના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે લાલજીભાઈ કુંડારીયા તરફથી લેખક અંબાલાલભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતું અને વિનોદભાઈ જીવાણી દ્વારા લેખક અંબાલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા સેવા કાર્યો વિષે માહિતગાર આપવામાં આવી હતી. આ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં બોપલના કાઉન્સિલર વૃશાલી દાતાર, વિશ્વાસ દાતાર, જીતેન્દ્ર જાવીયા, સફલ  પરિસર 1 ના સીનિયર સીટીઝન ગ્રુપના તમામ મેમ્બરો, વાઇસ ચેરમેન તનીશભાઈ ડઢાણીયા તથા તમામ કમિટી મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

“સમયના મૂલ્યો અને સત્યતા” પુસ્તકના લેખક અંબાબાલભાઇ પટેલના પુત્ર જીતેન્દ્રભાઇ જાવીયાએ જણાવ્યુ હતુ કે, મારા પિતાજી નવરાશની પળોમાં કાઇને કાઇ લખતા રહે છે. લેખન એ તેમનો શોખ છે. બે વર્ષ પહેલા તેમનું પ્રથમ પુસ્તક “વડિલ વંદના” પ્રસિદ્ધ થયુ હતુ અને આજે તેઓનું બીજુ પુસ્તક “સમયના મૂલ્યો અને સત્યતા” નું વિમોચન કરવામાં આવ્યુ છે. બે પુસ્તકો ઉપરાંત તેઓએ ઘણા બઘા લેખો પણ લખેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here