અરવલ્લીના શ્રીધનસુરા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો રંગારંગ કાર્યક્રમ યોજાયો

0
332
Rakesh maheta logo-newstok-272-150x53(1)
Rakesh Maheta – Arvalli Bureau
અરવલ્લી જીલ્લાના ધનસુરામાં શ્રીધનસુરા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો રંગારંગ કાર્યક્રમ જે. બી. શાહના અધ્યક્ષ પદે યોજાયો જેમાં સમારંભના ઉદ્દઘાટક ભારત સ્વાભિમાન પતંજલિ યોગ પ્રભારી ધનસુરા તાલુકા હંસાબેન એ. પટેલ, મુખ્ય મહેમાન પદે મનહરભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, મનહરભાઈ ડી. પંચાલ, દેવેન્દ્ર આર. પુરોહિત તથા કલ્પેશ પંચાલની ઉપસ્થિતિમાં કેળવણી મંડળની 4 જેટલી સંસ્થાના 25 જેટલા કાર્યક્રમોમાં નાના ભૂલકાઓથી માંડીને મોટા બાળકોએ રંગબીરંગી ડ્રેસ પહેરી અને ડી. જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર પ્રોત્સાહિત બેટી બચાઓ બેટી પઢાઓ અને વંદે માતરમ્ જેવા કાર્યક્રમોથી વાલીઓ પણ ખુશ થયા હતા. આ તમામ કાર્યક્રમનું સરળ સંચાલન કેળવણી મંડળ સ્ટાફના માસ્ટર ઓફ સેરેમની અશોકભાઈ પટેલે કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન દાતાઓએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની આભારવિધિ ગર્લ્સ હાઇસ્કૂલ ના આચાર્યા દક્ષાબેન પટેલે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here