અરવલ્લી જીલ્લામાં ક્ષયરોગ (TB) એ ફરી માથું ઉંચકતા આરોગ્ય તંત્ર ચિંતામાં 

0
458

?

logo-newstok-272-150x53(1)Sandip Patel – Dhansura

ટી બી  આ રોગનું નામ ભૂતકાળના વર્ષોમાં લોકોને ગભરાવી મૂકતું હતું પરંતુ આ રોગની સારવાર સમય આંતરે થતા દર્દીઓંના પ્રમાણમાં નોધપાત્ર ઘટાડો થઈ ગયો હતો પરંતુ અરવલ્લી જીલ્લા માં ટી.બી.એ માથું ઉચક્યું હોય તેમ અધધ કહી શકાય એટલા દર્દીઓં અરવલ્લી જીલ્લામાં સરકારી ચોપડે નોધાતા લોકોમાં ગભરાટ ફેલાય તેવું જણાઈ રહ્યું છે આ રોગની સારવાર માટે જીલ્લાનું આરોગ્ય તંત્ર દવા તો કરી રહ્યું છે પરંતુ દર્દીઓના પ્રમાણમાં નોધપાત્ર વધારો આ દવાને પોકળ સાબિત કરી રહ્યું છે જીલ્લામાં નોધાયેલ ૨૮૧૨ દર્દીઓની સંખ્યા જોઈ આરોગ્ય તંત્ર જાગે તે જરૂરી છે .

ક્ષયરોગનું નામ છેલ્લા પાંચ દશકમાં અરવલ્લી જીલ્લામાં હાંસિયામાં ધકેલાઈ ગયું હતું પરંતુ વર્ષ ૨૦૧૫માં જીલ્લાના આરોગ્ય વિભાગના દફતરે ૨૮૧૨ દર્દીઓ આ રોગના નોંધાતા આરોગ્ય તંત્ર આ મામલે કેટલું ધીરગંભીર છે તે વિચારણીય બાબત કહી શકાય. આરોગ્ય વિભાગના દવા મુજબ ટી.બી.ની સારવાર પી.એચ.સી., સી.એચ.સી.અને તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે ઉપલબ્ધ અને તમામ સરકારી દવાખાનાઓના કર્મચારીઓ દર્દીઓને દવાઓ સમયસર લેવા માટે તેનું સતત મોનીટરીંગ કરતા રહેતા હોવાનું જણાવી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના પછાત એવા મેઘરજ અને ભિલોડા તાલુકામાં સૌથી વધુ ટી.બી. ના દર્દીઓ નોધાયા છે ત્યારે આ રોગની નાગચુડમાં ફસાયેલા દર્દીઓને સઘન સારવાર અપાય તે અનિવાર્ય છે .

Byte – ડો.અશ્વિનભાઈ રાઠોડ – જીલ્લા ક્ષય અધિકારી અરવલ્લી ટી.બી.ના દર્દીઓની વધતી જઈ રહેલ સંખ્યા જોતા જીલ્લા ક્ષય વિભાગ દ્વારા દર માસે સી.એચ.સી. અને પી.એચ.સી. સહિતના આરોગ્ય વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ સાથે મીટીગ દર્દીઓની સારવાર અને તેમને ઉપલબ્ધ કરાવતી દવાઓ અંગે સમીક્ષા કરી દર્દીઓને પણ રોગના સહેજ પણ ચિન્હ જણાય તો તાકીદે સારવાર લેવાની દરકાર લેવી જોઈએ હવાથી ફેલાતા આ રોગને આરોગ્યતંત્ર ચેપી જણાવી રહ્યું છે ત્યારે જીલ્લામાં આ રોગના દર્દીઓ પ્રમાણમાં વધારો ન થાય તે માટે આરોગ્યતંત્ર આળસ છોડી કાર્યવાહી હાથ ધરે તે જનહિતમાં રહેશે.  જીલ્લામાં વર્ષ ૨૦૧૫ માં ૨૮૧૨ ઉપરાંત દર્દીઓ ટી.બી. ના નોધાયા છે જેમાં પછાત તાલુકાઓમાં આ રોગના દર્દીઓનું પ્રમાણ સૌથી વિશેષ છે આ સ્થિતિ જોતા આરોગ્ય તંત્ર માટે જીલ્લામાં નવો પડકાર ઉભો થયો છે ત્યારે આરોગ્ય વિભાગ વહેલી તકે દર્દીઓના પ્રમાણમાં વધારો થવાના કારણો ની તપાસ હાથ ધરી સારવાર ઉપલબ્ધ કરાવવા ગંભીર નહી બને તો અરવલ્લી જીલ્લ્લામાં ક્ષય રોગના દર્દીઓનો આંકડો વધવાની શક્યતા નકારી શક્યા તેમ નથી .

અરવલ્લી જીલ્લા ના છ તાલુકા ની ક્ષયરોગ ની સ્થિતિ: ૧) ભિલોડા-૭૯૯, ૨) મેઘરજ-૬૯૫, ૩) ધનસુરા – ૨૪૭, ૪) મોડાસા-૪૩૦, ૫) બાયડ-૩૭૪ અને ૬) માલપુર-૨૬૭  ટોટલ જીલ્લા માં ક્ષયરોગ ના દર્દી ઓં -૨૮૧૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here