આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે

0
242

 

કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂત હેતુ છે. પ્રધાનમંત્રી દ્વારા સ્વીટ-ક્રાંતિ માટે દાહોદ જિલ્લાની પસંદગી કરાઇ

ભારત સરકારના સુક્ષ્મ, નાના અને મધ્યમ ઔધોગિક મંત્રાલય દ્રારા દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોને મધ-ઉછેર ઉધોગને વિકસાવવા માટે પ્રોત્સાહન માટેનો મધમાખી ઉછેર-બોકસના વિતરણનો કાર્યક્રમ ખાદી અને ગ્રામોઉધોગ ઐાધોગિક કમિશનના ચેરમેનશ્રી વિનયકુમાર સક્સેનાના અધ્યક્ષ સ્થાને તા. ૨૦/૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભીલ સેવા મંડળ, સંચાલિત કન્યા આશ્રમ ચાકલીયા રોડ, દાહોદ ખાતે યોજાશે.

આ કાર્યક્રમનો મૂળભૂત ઉદેશ દેશના વડાપ્રધાનશ્રીએ શ્વેતક્રાંતિની સાથે સ્વીટ ક્રાંતિ દ્રારા ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા માટેનો છે. આ મધ મિશન પાયલોટ પ્રોજેકટ માટે પસંદ થયેલા દેશના ૧૧૪ જિલ્લાઓ પૈકી ગુજરાતમાં દાહોદ અને નર્મદા જિલ્લાની પસંદગી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આયોગ દ્રારા કરવામાં આવી હતી.

તદનુસાર દાહોદ જિલ્લામાં એન.એમ.સદગુરૂ ફાઉન્ડેશનના સહયોગથી ૫૦૦-મધ-બોકસ આદિવાસી લાભાર્થીઓને  વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઇ – બહેનોને ઉપસ્થિત રહેવા ખાદી અને ગ્રામોઉધોગ આયોગના કાર્યપાલકશ્રી અજય રાજપાલે એક અખબારી યાદી દ્રારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here