“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દાહોદ જિલ્લા શૈક્ષિક સંઘ દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી 

0
33

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શનમાં તમામ તાલુકાના શૈક્ષિક સંઘના હોદ્દેદારો, શિક્ષકો, સી આર. સી., બી આર સી દ્વારા આજે તા ૨૩/૧૦/૨૦૨૧ ને શનિવારના રોજ દાહોદ ખાતેના ખાદી ગ્રામ  ઉદ્યોગની દુકાને થી ખાદી કાપડની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.

આગામી તા. ૨૫/૧૦/૨૦૨૧ ને સોમવારના રોજ તમામ શિક્ષકો ખાદી પહેરી પોતાની ફરજ બજાવશે તે જિલ્લા શિક્ષણાધિકારી જણાવ્યું હતું. અને “ખાદી ફોર નેશન’ અંતર્ગત પંચશીલ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાંથી ખાદીની ખરીદી કરવામાં આવી હતી. ખાદીની ખરીદી કરવા બદલ સૌ શિક્ષકગણનો પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ સૌ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here