ઈંટાડી થી થાળા સંજેલી, કોટા સુધીનો બાય-પાસ રસ્તો ભંગાર હાલતમાં : ગામ લોકોની રજૂઆત છતાં પાકા રસ્તા માટે તંત્રની કોણીએ ગોળ જેવી નીતિ

0
742

 

faruk patel

logo-newstok-272-150x53(1)FARUK PATEL – SANJELI

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલીથી ૩ કી.મી. દૂર આવેલ ઝાલોદ રોદ પર આવેલ ઈંટાડી ગામથી સંતરામપુર રસ્તાને જોડતો માર્ગ છે. જે લગભગ ૨ કી.મી. સુધીનું અંતર ધરાવે છે. જે ચાર પંચાયતોની હદમાં મોલી, કોટા, થાળા સંજેલી, ગોવિંદાતળાઈ ની હદમાંથી પસાર થાય છે. જેની આસપાસ લગભગ ૫૦૦ જેટલા મકાઓનો વસવાટ કરે છે. ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પાકા નવીન રસ્તાથી વંછિત રહેવા પામ્યા છે. ૨૫૦૦ જેટલી વસ્તી ધરાવતું હોય જ્યાં ખ્રિસ્તી ધર્મની દેવળ, મંદિર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્રની સુવિધાને લઈ વિસ્તારમાં દૈનિક અવર-જવર વર્તાઇ રહી છે. તદ્દઉપરાંત પ્રસુતિ-બીમારી–અકસ્માત દુર્ઘટના જેવા કટોકટીના સમયમાં પણ ઉબડ-ખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો પણ વાહન લઈ જવા મજબૂર બની જતાં હોય છે. જેને લઈને ઘણી વખત પગપાળા પણ કરવી પડતી હોય છે.
બાયપાસ રસ્તો જર્જરિત હાલમાં હોવાથી વાહન ચાલકો પણ સંજેલી થઈ જતાં હોય છે. સરકાર દ્વારા તમામ ગ્રામ્યવિસ્તારોને જુદી-જુદી યોજના હેઠળ સાંકળી સડક માર્ગોથી આવરી લઈ તમામ સ્તરે વાહન વ્યવહારની સુવિધાને પહોચી વળવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. મોટા ગામોમાં ટ્રાફિક સમસ્યાને લઈ બાયપાસ રસ્તાનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ઈંટાડી થી કોટા સુધીનો બાય-પાસ રસ્તો પાકો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here