ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત નિર્માણ પામેલ ગૌશાળાની વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય પ્રવિણ માકડીયા તથા નગરપાલિકા હોદ્દેદારોએ મુલાકાત લીધી

0
259

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મુખ્ય શહેર ઉપલેટામાં નગરપાલિકા સંચાલીત ગૌશાળા નિર્માણ પામેલ છે. આ નિર્માણ પામેલ ગૌશાળામાં છ સેડ ગોડાઉન, મજૂરો માટે ક્વાટર, પાણી ના સંપ, ઓવરસીઝની પાણીની ટાંકી, લોખંડ લાઈન ફીનીસીંગ મેટલીંગ રોડ, આવેડા, ભાદરમાંથી પાણીની વ્યવસ્થા, ઘાસચારા માટેની વ્યવસ્થા તથા અન્ય ગૌશાળામાં રાખવામાં આવેલ હોય જેથી ગૌ આયોગના ડો. વલ્લભભાઈ કથીરીયા આ ગૌશાળાની મુલાકાતે આવેલા અને નગરપાલિકા સંચાલિત ગૌશાળાને જે કાંઈ પણ સુવિધા અને સહયોગ સરકાર તરફથી મળશે તથા આ ગૌશાળામાં ડો. વલ્લભભાઈ કથીરીયાએ હર્ષની લાગણી અનુભવી તથા શહેરમાં રખડતાં ભટકતાં પશુના ત્રાસથી મુક્તિ મળશે તથા મોટી જગ્યા હોય જેથી પશુ માટે ઘાસ ઉગાડવુ  અને ખવડાવવું, ગૌમુત્રમાંથી અર્ક બને જેવી અનેક સુવિધાથી સજ્જ છે. ઉપલેટા નગરપાલિકા સંચાલિત નિર્માણ પામેલ ગૌશાળાની વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય પ્રવિણ માકડીયા તથા નગરપાલિકા હોદ્દેદારો મુલાકાત લીધી. સંચાલીત ગૌશાળા સવાવલાંબી બને તથા નગરપાલિકા સંચાલીત ગૌશાળાને સરકાર તરફથી જે કાંઈ પણ ગ્રાન્ટો તથા અન્ય સહકારની જરૂરિયાત પડે તે આપવા માટે તત્પર રહેશે આ ગૌશાળાની મુલાકાતે આવેલા ડો વલ્લભભાઈ કથીરીયા તથા નગરપાલિકા ચીફ ઓફિસર પંડયા સાહેબ, ધારાસભ્ય પ્રવિણ માકડીયા, દાનભાઇ ચંદ્રવાડીયા, જયેશભાઈ ત્રિવેદી, અશોકભાઈ માકડીયા, નરસિંહભાઇ મુગલપરા, જગદીશભાઈ આહીર, રણુભા જાડેજા તથા અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here