ઉપલેટા અને મોજીરા વચ્ચે પેટ્રોલ પંપ પાસે ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

0
537

Alpesh Trivedi - Dhoraji

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ઉપલેટા અને મોજીરા વચ્ચે પેટ્રોલ પંપ પાસે ડમ્પર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું..
ઉપલેટાથી ખાખીજાળીયા રોડ પર પોતાના ગામ મોજીરા જઈ રહેલા હિરો હોન્ડા ચાલક ભીમાભાઈ દાનાભાઈ ગર ઉ.વ.47 નામના આહિર આધેડને એક ડમ્પર નંબર GJ-9X 9556 માતેલા સાંઢની જેમ દોડી આવતા ડમ્પરના ચાલકે બાઈક ચાલક ભીમાભાઈને અડફટે લેતા માથાંમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પરનો ચાલક અકસ્માત સર્જીને બનાવના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો. જેમને લઈને ઘટના સ્થળે દોડી ગયેલ ઉપલેટા  પોલીસે મૃતકના બાપાના દિકરા દેવરખીભાઈ આહિરની ફરિયાદ લઈને ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here