ઓલ કરાટે એસોસિએશન દાહોદ જિલ્લા – દાહોદ દ્વારા 1st ટ્રેડીશનલ વાડો રયુ ઈન્ટર કરાટે ચેમ્પિયનશિપ-૨૦૧૯ નું કરવામાં આવ્યું ભવ્ય આયોજન

0
165

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૦૧/૦૯/૨૦૧૯ ને રવિવારના રોજ ઓલ કરાટે એસોસિએશન દાહોદ ડીસ્ટ્રીક દાહોદ દ્વારા દાહોદના રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન ખાતે 1st ટ્રેડિશનલ વાડો રયુ ઈન્ટર કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, તથા મધ્યપ્રદેશના ભાભરા થી આવેલ અંદાજે ૧૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કરાટે સ્પર્ધાના પ્રમુખ સ્થાને દાહોદ નગર પાલીકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, એ.પી.એમ.સી. ચેરમેન કનૈયા કિશોરી, વાઇસ ચેરમેન કૈલાશ ખંડેલવાલ, ભરતભાઇ સોલંકી, કમલેશ રાઠી, કિરીટભાઈ પટેલ, કિશનભાઈ શાહ, વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભી, એસ.કે.પટેલ (સહાયક નિયામક – સાહસ) કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક ગાંધીનગર, ડો.કિરીટભાઈ પટેલ તથા બીજા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કે કરાટે ચેમ્પિયનશિપને શરૂ કરવામાં આવી હતી. કરાટે સ્પર્ધાની શરૂઆતમાં કાતા અને કુમિતે નું એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને પછી આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.ત્યારબાદ નગર પાલિકા પ્રમુખે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યુ હતું કે સ્વબચાવ માટે કરવામાં આવતી આ સ્પર્ધા માટે હર હમેશ અમારા થી બનતી આપની જરૂરિયાતો અમો પુરી કરવા માટે આમો તત્પર છીએ. ત્યાર બાદ

મહાનુભાવોના હસ્તે સિનિયર ઇન્સ્ટ્રક્ટરોને મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલ્પાહાર લઈ કરાટે કોમ્પીટીશન શરૂ કરવામાં આવી હતી. અને આ 1st ટ્રેડિશનલ વાડો રયુ ઇન્ટર કરાટે ચેમ્પિયનશિપ – 2019 ની સ્પર્ધાના અંતે ટીમ ટ્રોફી રાકેશ એલ. ભાટીયાને અને તેમની ટીમને, ફર્સ્ટ રનર અપ ની ટ્રોફી કલ્પેશ ભાટીયા અને તેમની ટીમને અને સેકન્ડ રનર અપની ટ્રોફી કેયુર પરમાર અને તેમની ટીમને એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર કરાટે ચેમ્પિયનશીપ માં કારટેકાઓના વાલી મિત્રોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો હતો. ત્યાર બાદ આ કરાટે ચેમ્પિયશીપ પૂર્ણ થતાં 1st ટ્રેડિશનલ વાડો રયુ કરાટે ડો ઇન્ડિયાના પ્રમુખ વિનોદ વી. ખપેડ અને જનરલ સેક્રેટરી કેયુર પરમાર દ્વારા સૌનો આભાર માનવામાં હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here