કેન્દ્રિય મંત્રી જશવંતસિહ ભાભોર દ્વારા દત્તક લીધેલ દુધિયા ગામમાં નવીન R.C.C. રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
164

 HIMANSHU PATEL –– DUDHIYA (LIMKHEDA) 

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં તથા કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા દત્તક લીધેલ આદર્શ ગામ દુધિયામાં માનનીય મંત્રી જશવંતસિહ ભાભોર દ્વારા ૧૦૫ લાખનો ૯૦૦ મીટરનો R.C.C. રોડ દુધિયા ચોકડી થી દુધિયા નવીન પ્રાથમિક શાળા સુધીના રોડનું કામ પૂર્ણ થતાં માનનીય કેન્દ્રિય મંત્રી જશવંતસિહ ભાભોર તથા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના હાથે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. પોતાના વિસ્તારના આદર્શ ગામમાં કેન્દ્રીય મંત્રી દ્વારા ગામના તમામ રસ્તા R.C.C./પીવાના પાણી માટે નવી પાઇપ લાઇન / નવીન સ્મશાન ગૃહ /કૉમ્યુનિટી હૉલ તથા દુધિયા તળાવ પર ગાર્ડન જેવી સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવી છે. માન્ય મંત્રી દ્વારા આવનાર સમય માં નવીન આઉટ પોલિસ સ્ટેશન  / વીજળી માટે જેટકો સબસ્ટેશન પણ આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યા ગામ લોકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here