કેવડીયા વિસ્તારના ગામડાઓમાં આદિવાસી ખેડૂતોની જમીન હડફવાની કામગીરીને રોકવા માટે ગુજરાત કિસાન સભાએ ફતેપુરા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
163

દાહોદ તાલુકાનાં ફતેપુરા તાલુકાના મામલતદાર એન.આર. પારગીને આજે તા.૦૮/૦૬/૨૦૨૦ ને સોમવારના રોજ અખિલ ભારતીય કિસાન સભાના તાલુકા પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા આવેદન પત્ર આપેલ. જેમાં જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતોના જંગલની જમીનના કબજાઓ સરકારી રેકોર્ડ ઉપર આવેલ છે. તેને કાયદેસર આપવાના બદલે સરકાર આદિવાસી ખેડૂતોના કબજા હકોને છીનવાનુ કામ કરી રહેલ છે. કેવડિયા વિસ્તારમાં ૬ ગામડાઓના ખેડૂતોની જમીનનો કબજો છીનવવા ની કામગીરી રાજ્ય સરકાર કરી રહેલ છે આ છ ગામડાઓની જમીન ના ફરતે ફેન્સીંગ ની કામગીરી થઇ રહેલ છે આથી આદિવાસીઓને જમીનમાંથી હટાવવાના રાજ્ય સરકાર અન્યાય કામગીરી સામે આદિવાસી જનતામાં રોસ ભભૂકી ઉઠયો છે અને ફેન્સીંગની કામગીરીનો ઉગ્રવિરોધ થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસીઓના ભોગે રાજ્ય સરકારના ભવનો  સરકારી  અધિકારી બંગલાઓ  કોમર્શિયલ સેન્ટરો  હોટેલનું બાંધકામ  માટે આદિવાસીઓની જમીન  છીનવાનુ બંધ કરો  આંદોલનકારી આદિવાસી આગેવાનો ખેડૂતો અને આદિવાસીઓને ધરપકડ માંથી મુક્ત કરો  કેવડિયા વિસ્તાર ના આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવવા આદિવાસી આગેવાનો સાથે વાટાઘાટો કરી પ્રશ્નોનો ઉકેલ લાવો  ગુજરાત કિસાન સભા આદિવાસીઓને લડતને સમર્થન કરે છે  જેવા મુદ્દાઓ સાથે નું આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રી  ને મામલતદાર મારફતે પહોંચાડવા રજુ કરેલ હતું મામલતદાર પારગી એ આવેદનપત્ર ઉચ્ચકક્ષાએ મોકલી આપવા નો વિશ્વાસ આપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here