કોંગ્રેસે સંસદ ન ચાલવા દેતા દાહોદમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો, કાઉંસિલરો અને હોદ્દેદારો ઉપવાસ પર બેઠા

0
512

 

દેશની લોકશાહીના સૌથી મોટા મંદિર લોકસભાની ગરિમાને લાંછન લગાવી સતત વિક્ષેપ ઉભા કરવાનુ દુષ્કૃત્ય કોંગ્રેસ કરી રહી છે,જે કૃત્ય નિદંનીય અને વખોડવા લાયક છે. કોંગ્રેસની આવી હલકી રાજનીતિના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી તરફથી દેશ વ્યાપી ધરણાનો કાર્યક્રમ રાખેલ છે જેના અનુસંધાને દાહોદમાં પણ માન.સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરના નેતૃત્વમા ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જીલ્લા પ્રભારી અમિતભાઇ ઠાકર, જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જીલ્લાના ધારાસભ્યો, તાલુકાના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, જીલ્લાના આગેવાન કાર્યકરો, વિવિઘ મોરચાના પદાધિકારીઓ, વિવિઘ મંડળના આગેવાન તથા કાર્યકરો આજ રોજ સવારના ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી વિવેકાનંદ ચોક, સ્ટેશનરોડ, દાહોદ ખાતે ઉપવાસ પર બેઠા છે. ખાસ જોવાનું એ છે કે જો સંસદ ખોરવાતી હોય અને આટલું કરી શકતા હોય તો ભાજપ દેશ વ્યાપી મોંઘવારી ઘટાડવા માટે કેમ કોઈ ધારણા ઉપવાસના કાર્યક્રમો નથી કરતી કેં પગલા નથી ભરતી આવી ચર્ચાઓ દાહોદ જિલ્લા અને શહેરમાં આ ઉપવાસ પર બેઠા પછી શરુ થઇ હતી. જો કે દાહોદમાં ભાજપના નેતાઓની આ ઉપવાસ અને વિરોધમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here