કોરોનાના કહેરના કારણે માસ પ્રમોશન આપવા ફતેપુરા આર્ટ્સ કોલેજના આચાર્યને NSUI અને BPVM ના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું

0
140

દાહોદ જિલ્લાના ફતેપુરા આર્ટ્સ કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓ જો એકઠા થશે અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાશે નહીં અને વિદ્યાર્થી ઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તો તેનું જવાબદાર કોણ ? દિવસે ને દિવસે કોરોનાના કેસ ગુજરાતમાં વધતા જાય છે અને જો પરીક્ષાનું આયોજન થશે તો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થવાનો ભય રહી શકે છે. આજે જ્યારે ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાના હજારો કેસો વધી રહ્યા છે તેવામાં પરીક્ષાનું આયોજન કરી વિદ્યાર્થી સમુદાયને કોરોનાની મહામારીના સકંજામાં લઇ રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. વિદ્યાર્થીઓ પણ અત્યારે પરીક્ષા આપી શકે તે માનસિક પરિસ્થિતિમાં નથી. જેવા તમામ મુદ્દાઓ હોવા છતાં પણ જો સંચાલકો પરીક્ષા લેવા માંગતા હોય તો તેઓ એટલી બાહેંધરી આપે કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારના કોઈ પણ સભ્યને કોરોના પોઝિટિવ થશે તો તેની જવાબદારી કોણ લેશે ?

જેવી રીતે અન્ય યુનિવર્સિટી અને કોલેજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે કે અન્ય વિકલ્પ પસંદ કરવામાં આવ્યા છે તેવી જ રીતે આપણી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય લેવાય અને તેમના મનમાં રહેલા ભયજનક પ્રશ્નોનું નિરાકરણ કરે એવા વિવિધ મુદ્દાઓ સાથે NSUI અને BPVM ના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના કુલપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here