કોરોનાના કેસો વધતા દાહોદ નગર પાલિકા અને પોલીસની કડક કાર્યવાહી, છેલ્લા બે દિવસમાં માસ્ક ન પહેરવા બળદ ₹.૫૬,૦૦૦/- નો દંડ વસુલ કરાયો

0
98

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં પાછલા ત્રણ દિવસમાં કોરોના મહામારીના કેસોની સંખ્યા વધવા પામી છે. એ જોતાં દાહોદ નગર પાલિકા અને પોલીસ સ્ટાફ દ્વારા જે લોકો માસ્ક વગર બજારમાં ફરે છે. તેવા લોકોને રોકી તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો. અને ગત તા.૦૬/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ ₹. ૨૬,૦૦૦/- અને તા.૦૭/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ ₹. ૩૦,૦૦૦/- નો લોકો પાસેથી માસ્ક ન પહેરવાના કારણે દંડ વસુલ કરવામાં આવ્યો છે.

વધુમાં આ બે દિવસ દરમિયાન કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો હજી પણ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય તેવું લાગે છે અને માસ્ક પહેરતા નથી. લાગે છે લોકોને માસ્ક પહેરવામાં શરમ આવે છે, પરંતુ જો આપણે પોતે સાવધાની નહીં રાખીએ તો કોરોનાના સંક્રમણમાં ક્યારે ફસાઈ જઈશું તે ખબર પણ નહીં પડે. હાલના સંજોગોને જોતા વહીવટી તંત્ર તરફથી મોટા ઘાંચીવાડા, મોટા ડબગરવાડ, નાના ડબગરવાડ, નાના ઘાંચીવાડ જેવા વિસ્તારોને પતરા લગાવી સીલ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે વિસ્તારોમાં પતરા લગાવેલ છે ત્યાં થોડી જગ્યાએથી પતરા ખોલીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેલ વ્યક્તિ તેમાંથી બહાર નિકળીને બજાર લટાર મારવા આરામથી નીકળી પડે છે. તો વહીવટી તંત્ર દ્વારા જે જગ્યાએ પતરાથી સીલ કરવામાં આવ્યા છે ત્યાંથી આવા લોકોની અવાર જવર બંધ કરે અને આવા લોકો જે તે વિસ્તારમાંથી બહાર માસ્ક વગર લટાર મારવા નીકળી પડે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

ગત રોજ દાહોદ નગર પાલિકા અને પોલીસ સ્ટાફ દ્વારા ગત રોજ ₹.૩૦,૦૦૦/- નો અને તેના આગલા દિવસે ₹.૨૬,૦૦૦/- મળી કુલ ₹. ૫૬,૦૦૦/- નો દંડ વસુલ કરાયો. આ જોતા આજ રોજ તા.૦૮/૦૭/૦૨૦૨૦ ના રોજ બજારમાં માસ્ક વગર લટાર મારવા ગયેલ વ્યક્તિઓની સંખ્યા ઓછી દેખાઈ રહી હતી. પરંતુ હજી લોકોને માસ્ક પહેરવામાં શરમ આવતી હોય અથવા લાપરવાહ હોય તેમ લાગે છે. અને લોકોની માસ્ક પહેરવામાં લાપરવાહી ઘટી હોય તેમ લાગતું નથી. તો નગર પાલિકા, વહીવટી તંત્ર તથા પોલીસ સ્ટાફ દ્વારા આવા લોકોને શોધીને દંડ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here