કોરોનાના સંભવિત ખતરાને ઉગતો જ ડામવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

0
68

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

જનરલ હોસ્પિટલમાં ૬ પથારી સાથેનો આઇસોલેશન વોર્ડ બનાવાયો, ૪ વેન્ટીલેટર રાખવામાં આવ્યા.
કોરોના વાયસરથી ન ગભરાવા અને તકેદારી રાખવા કલેક્ટર  વિજય ખરાડીનો જાહેર અનુરોધ.
દાહોદ જિલ્લામાં કોરોના વાયસરના સંભવિત ખતરાને ઉગતો જ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર વિજય ખરાડીની સૂચના બાદ અહીની જનરલ હોસ્પિટલમાં કોરોનાના સંભવિત કે શંકાસ્પદ દર્દીની સારવાર માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. કોરોનાથી ડરવાની બિલ્કુલ જરૂર નથી. આ વાયરસ લાગયા બાદ દર્દી સાજા પણ થઇ જાય છે. નાગરિકોએ ખોટી રીતે ગભરાવાની જરૂર નથી. પણ, તેનાથી સાવચેત રહેવાની પણ જરૂર છે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના વાઈરસનું કદ મોટું એટલે કે ૪૦૦-૫૦૦ માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે. તે હવામાં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. એથી તે હવા દ્વારા નથી ફેલાતો.
તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ ૧૨ કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા. કપડાં પર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા.

આપણા શરીર પર આવ્યા પછી ૧૦ મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને સેનિટાઈઝર અથવા સાબુથી સારી રીતે ધોવા. આ વાઈરસ ૨૭ ડિગ્રી તાપમાનથી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય છે. છીંક ખાતી વખતે નાક પાસે રૂમાલ રાખવો જોઇએ. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુઃખાવો, શ્વાસની તકલીફ અને શરીરમાં કંપન જેવું લાગે તો તુરંત તબીબને બતાવી દેવું જોઇએ. ભીડભાડવાળી જગા પર જવાનું ટાળવું જોઇએ.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, જનરલ હોસ્પિટલમાં છ બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં ચાર વેન્ટીલેટર રાખવામાં આવ્યા છે. જનરલ હોસ્પિટલમાં ૨૫૦ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) છે. એન૯૫ પ્રકારના ૯૫ માસ્ક છે. જ્યારે, જિલ્લામાં ૯૦૦ નાના અને ૨૦૦ મોટા મળી કુલ ૧૧૦૦ પીપીઇ તથા ૨૫૦ એન ૯૫ માસ્ક ઉપલબ્ધ છે. કલેક્ટર વિજય ખરાડીએ ખોટી રીતે ન ગભરાવા અને અફવાથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here