ગરબાડાના આદિવાસી પટેલીયા યુવા સમાજના યુવાનો દ્વારા ૫ મી જુન “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે વૃક્ષારોપણ કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
289

GIRISH PARMAR – VIRAMGAM

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટાડુંગરી ડેમ, નગરાલા રોડ તેમજ આદિવાસીઓના દેવ ગણાતા બાબા ઘોડાજાના સ્થાનક પર વૃક્ષારોપણ કરીને તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવતી લાગણી વ્યક્ત કરી હતી અને આદિવાસી પટેલીયા સમાજના યુવાઓએ આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં વધતી જતી પર્યાવરણની સમસ્યાને દૂર કરવા એક વૃક્ષ જરૂર વાવો તેવા નારા સાથે દાહોદના જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ વિશ્વ પર્યાવરણ દિનના પ્રોગ્રામમાં આદિવાસી પટેલીયા સમાજના યુવાઓએ જોરશોરથી ભાગ લઈ પર્યાવરણનું જતન કરવાનો એક પ્રયાસ કરેલ હતો તેમજ દરેક યુવાઓ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવે તે માટે આદિવાસી પટેલીયા સમાજના યુવાનોએ બાબા ઘોડાજાંને પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here