ગરબાડાના એક ઇસમ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત

0
67

દેશમાં કોરોના વાયરસ લઈને અગમચેતીના ભાગરૂપે હાલમાં સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો સરકારે આદેશ કરેલ છે. તેમ છતાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા નગરમાં જીલ્લા કલેક્ટર સાહેબ દાહોદનાઓના જાહેરનામાનો ભંગ કરી બગડેલી લક્ઝરી ગાડીમાં દુકાન કરી બીરીયાની વેચતા એક ઈસમને ગરબાડા પોલીસે ઝડપી પાડી અટક કરી જીલ્લા કલેક્ટર સાહેબના જાહેરમાનાના ભંગ બદલ તે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત રોજ સવારમાં ગરબાડા પોલીસ સ્ટેશનના અ.હે.કો. દિનેશભાઈ વજાભાઈ તથા આ.પો.કો.પ્રવિણભાઇ કાનાભાઇ બીજા પોલીસના માણસો સાથે ગરબાડા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગમાં ફરતા ફરતા ગરબાડા ટાઉન વિસ્તારમાં આવતા એક ઇસમ તેની પોતાની બગડેલી લકઝરી ગાડીમાં બીરીયાનીની દુકાન કરી માણસોનું ટોળું વાળી ઉભા રાખી જીવન જરૂરીયાત વગરની ચીજવસ્તુ (બીરીયાની) નું વેચાણ કરતો હોય જે બાબતે પોલીસે તપાસ કરતાં ત્યાં ટોળું વળીને ઉભેલા બાકીના ઈસમો ભાગી ગયેલ જે પકડાયેલ નહિ કે ઓળખાયેલ નહીં ત્યાર પછી પોલીસે બગડેલી લકઝરી ગાડીમાં દુકાન કરી બીરીયાની વેચનાર ઈસમનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ અસ્લમ અબ્દુલ ગનીભાઇ જાતે શેખ, ઉ.વ.૪૬, રહે.ગરબાડા, ઘાંચીવાડા, તા.ગરબાડા, જી.દાહોદનો હોવાનું જણાવેલ અને પોલીસે સદર ઈસમને તેની બીરીયાની દુકાનમાં માણસોની હાજરી બાબતે પુછતા તેને કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહીં.

હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલ છે જે અંગે આમ જનતાને જાણ કરવામાં આવેલ છે તેમ છતા સદર ઇસમ પોતાની બીરીયાની દુકાનમા માણસો ભેગા કરેલ હોય જે અંગે તેની પાસે માણસો ભેગા કરવા અંગે કોઇ સક્ષમ અધિકારીનું પાસ પરમીટ કે આધાર પુરાવા હોય તો રજુ કરવા પોલીસે જણાવતા પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોવાનું જણાવતા સદર ઇસમે મે.જીલ્લા કલેક્ટર સાહેબ દાહોદ નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતાં ગરબાડા પોલીસે સદર ઇસમની અટક કરેલ છે

હાલમાં નોવેલ કોરોના વાયરસને લઈને વધુ માણસો ભેગા ન થવું તેવું જાણતા હોવા છતાં ગરબાડા ખાતે ઘાંચીવાડા વિસ્તાર માં રહેતા અસ્લમ અબ્દુલ ગનીભાઇ શેખનાએ પોતાની બગડેલી લકઝરી ટ્રાવેલ્સમાં દુકાન કરી બીરીયાની વેચવા માણસો ભેગા કરી દાહોદ જીલ્લા મેજીસ્ટ્ર્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરતા ગરબાડા પોલીસ સ્ટેશનના અ.હે.કો. દિનેશભાઈ વજાભાઈએ અસ્લમ અબ્દુલ ગનીભાઇ શેખ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે સદર ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here