ગરબાડાના માતવા ગામના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગતા દસ મકાન બળીને ખાખ થઈ ગયા

0
263

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામમા બાગડીયા ફળીયામા રહેતા બાગડયા ઝીથરા નાનાભાઈ કમલાભાઈ સામાજીક કામ માટે ગોધરા  ગયા હતા ત્યાંરે  તેમના બંધ મકાનમા અચાનક આગ લાગી હતી. આ આગને જોઈ ફળીયા ના લોકોની બુમાબુમથી ગામના આગેવાન તથા અન્ય લોકો આગ ઓલવવાના તથા બચાવ કામે લાગી ગયા હતા. જયારે દાહોદ ફાયર ફાયટરને જાણ કરતા બે પાણીના બંબા અને ૧૧ જવાનો આગ ઓલવવા માટે આવી પહોંચયા હતા અને  છ પાણી ભરેલા પ્રાઈવટ ટેંકરથી પાણી છાંટવામાં આવ્યું હતું. જેથીઆગ કાબુમા આવી.

ઝીથરાભાઈની લાઈનમા આવેલા ૧૦ ધર બળીને ખાખ થઈ ગયા અને ઘરમા આવેલ અનાજ તેમજ ઘરનું રાચ રચીલુ કપડા વગેરે બળીને ખાખ થઈ ગયુ. બપોરના સમયે આગ લાગી હોવાથી પશુઓ તેમજ માણસો ઘરની બહાર હોવાથી કોઈપણ  મરણ થયેલ નથી પણ લાખો રૂપિયાનુ નુકસાન થયેલ છે જયારે જેસાવાડા પોલીસ સ્ટેસનમા જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here