Monday, December 9, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડાના રામનાથ તળાવનો આમણો કોઈક અજાણ્યા  ઈસમો દ્વારા તોડી પાડવામાં આવ્યો

ગરબાડાના રામનાથ તળાવનો આમણો કોઈક અજાણ્યા  ઈસમો દ્વારા તોડી પાડવામાં આવ્યો

 VIPUL JOSHI –– GARBADA 

  • ગરબાડાના રામનાથ તળાવનો આમણાંનું રીપેરીંગ કામ કરવા ગયેલ આધેડનું અગમ્ય કારણોસર મોત થતા ચકચાર
  • ગરબાડા સરપંચ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને બોડીને પીએમ માટે મોકલવામાં આવી

દાહોદ જિલના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ગામના રામનાથ તળાવનો આમણો કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તોડી નાખતા તેને રિપેર કરવા ગયેલ કામદાર મજુરનું અગમ્ય કારણોસર મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બોડીને પી.એમ. માટે મોકલી આપી હતી.

હાલમાં ચોમાસાની ઋતુમાં સારો એવો વરસાદ પડતા ગરબાડા નું રામનાથ તળાવ પણ ઓવરફ્લો થયું હતું. લોકચર્ચા મુજબ ગરબાડાનું તળાવ ઓવરફલો થાય તો ઘણા ખરા લોકોના ખેતરોમાં તળાવના પાણી ફરી વળે છે. જેથી તળાવમાં પાણીનું સ્તર ઘટાડવા માટે તારીખ ૨૧ મીના સોમવારની સાંજના અથવા તો રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રામનાથ તળાવના આમણાને તોડી નાખવામાં આવ્યો હતો જે બાબતની જાણ સવારમાં ગરબાડા ગ્રામ પંચાયતને થતા પંચાયતના કર્મચારી ઉદેસિંગભાઇ દ્વારા આમણાને રીપેર કરવા માટે ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં રહેતા શકરાભાઈ બદીયાભાઈ મછારને જાણ કરાતા શકરાભાઈ તથા તેમની સાથે મહેશ પ્રતાપ મછાર તથા પંચાયતને કર્મચારી હિતેશ પ્રતાપભાઈ પરમાર ત્રણે જણા તારીખ ૨૨મી ના અગિયાર વાગ્યાના અરસામાં તોડી નાખેલ તળાવના આમણા ને માટી નાખીને રીપેર કરવાનું કામ કરતાં હતા જે કામગીરી પૂર્ણ થયા બાદ શકરાભાઈ પોતાના પાવડા તગારા તળાવમાં ધોતા હતા તે દરમિયાન જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું જોકે તેમનું મોત કયા કારણો કારણોસર થયું છે તે જાણવા મળેલ નથી. આ ઘટના બનતા પંચાયતના કર્મચારી દ્વારા સમગ્ર ઘટનાની જાણ ગરબાડા સરપંચ અશોકભાઈને કરાતા તેઓ દ્વારા ગરબાડા પી.એસ.આઇ. ને જાણ કરવામાં આવતા ગરબાડા પી.એસ.આઇ. પી.કે. જાદવ ની ટીમ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી અને મરણ જનારના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને બોડીને ગરબાડાના સરકારી દવાખાને પી.એમ. માટે મોકલવામાં આવી હતી. ઘટના સંદર્ભે હાલમાં ગરબાડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મરણ જનાર શકરાભાઈ અગાઉ પણ પંચાયતનું છૂટક મજુરી કામ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments