ગરબાડામાં “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવ ભરી વિદાય આપવામાં આવી

0
885

Priyank-new-Passport-Pic-258x300(1)
logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN GARBADA

  આજરોજ ગુરુવારે અનંત ચૌદશના દિવસે ગરબાડા પંથકમાં સ્થાપિત નાનીમોટી ગણેશજીની પ્રતિમાઓનું ભારે ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નાદ સાથે ગણેશજીની પ્રતિમાઓનું આસ્થા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

     ગરબાડા પંથકમાં દશ દિવસ સુધી ગણેશોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને ઠેરઠેર નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ભક્તજનોએ ગણપતિ દાદાનું ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું અને આજરોજ અનંત ચૌદશના દિવસે દશ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગણપતિ દાદાને વ્હાલ ભરી વિદાય આપવામાં આવી હતી.  navi 2images(2)

      ગરબાડામાં બપોરે બે વાગ્યાથી બેન્ડવાજા, ડી.જે, ઢોલ નગારા અને આતશબાજી સાથે ભક્તજનોએ ઠેરઠેર સ્થાપિત કરેલ ગણપતિ દાદાને વિદાય આપવા નાનામોટા વાહનોમાં પ્રસ્થાન કર્યું હતું અને ગરબાડા રામનાથ સરોવરમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે તસવીરોમાં નજરે પડે છે.

       ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગણેશ વિસર્જન માટે ખૂબ સારી તરાપો તથા લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ ખાતા તરફથી પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન રાત્રિના નવ કલાકે સંપન્ન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here