ગરબાડામાં તમાકુનું વેચાણ કરનાર  દુકાનદારો પાસેથી આરોગ્ય ટીમે રૂપિયા ૧૫૧૦૦/- ની દંડની વસૂલાત કરી

0
528
Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada 

ગરબાડા તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા તમાકુનું વેચાણ કરતાં દુકાનદારોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૯ જેટલા તમાકુનું વેચાણ કરતા વેપારીઓ પાસેથીતથા ૩ જગ્યાએ સફાઇના અભાવના કારણે દુકાનદારો પાસેથી કુલ રૂપિયા ૧૫૧૦૦/- જેટલા દંડની વસુલાત કરી હોવાનું જાણવા મળેલ છે તથા કેરીના રસની દુકાન ધરાવતાદુકાનદારોને કાયદેસરના પરવાના લેવા બે દિવસનો સમય આપ્યો હોવાનું પણ જાણવા મળેલ છે.

સ્થાનિક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત રોજ તારીખ.૧૮/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડામાં તાલુકા હેલ્થ ઓફીસર તા.વિ. અધિકારી ગરબાડા સરપંચ મહેન્દ્રભાઇ રાઠોડ તથા તલાટી મહેન્દ્ર ગોહિલ પાંચવાડા મેડીકલ ઓફીસર ડો.હિરલ દેસાઇ તથા આરોગ્ય કર્મચારીઓએ એક ટીમ બનાવી તમાકુ નિયંત્રણ કામગીરી અંતર્ગત તમાકુની પ્રોડેક્ટનું વેચાણ કરતા દુકાનદારોની તપાસ હાથ ધરતા કુલ ૨૯ જેટલા દુકાનદારો પાસેથી તમાકુની પ્રોડક્ટ મળી આવતા આ તમામ દુકાનદરો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ દુકાનદારોને સફાઇના અભાવના કારણે દંડ કરવામાં આવ્યો હતો. આમ ૩૨ જેટલા વેપારીઓ પાસેથી રૂ.૧૫૧૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને ફરીવાર દુકાનદારો તમાકુની પ્રોડકટનું વેચાણ કરતાં જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહિ કરવા માટેના સુચનો કરાયા હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here