ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

0
1049

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

 

મહા સુદ તેરસ એટલે દેવતાઓના સ્થપતિ (આર્કિટેક્ટ) તરીકે જેમની ગણના થાય છે તેવા દેવ સ્થપતિ શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ, શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ  ભારતભરમાં ભવ્યાતીભવ્ય રીતે ઊજવવામાં આવે છે.

આજ તારીખ.૦૯/૦૨/૨૦૧૭ મહા સુદ તેરસના રોજ ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી અને સાથે સાથે શ્રી વિશ્વકર્મા ઉત્સવ સમિતિ દ્વારા ૩૩ માં વર્ષનો ઉત્સવ સમારોહ પણ રાખવામાં આવ્યો  હતો.

શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારના નવ કલાકે શ્રી વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના નવપરણિત યુગલના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે નીકાળવામાં આવી હતી. ત્યાર બાદ આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા, ગાંગરડી, ચંદલા, જાંબુઆ, ટૂંકી વિગેરે ગામોના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગરબાડા ખાતે  વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધામધૂમથી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here