ગરબાડામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ દ્વારા શિવ દર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

0
875

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada    

   આજરોજ તારીખ.૨૪/૦૨/૨૦૧૬ ના રોજ સવારમાં ૧૦ કલાકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ દ્વારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ગરબાડા ખાતે મહાશિવરાત્રિના પર્વ પર ૮૦ મી શિવજયંતિના ઉપલક્ષમાં શિવ દર્શન મહોત્સવનું આયોજન રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખાદીદીની અધ્યક્ષામાં કરવામાં આવ્યું હતું.

        શિવ દર્શન મહોત્સવમાં કપિલાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ સંદેશો આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિવ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

        શિવ દર્શન મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મોહિન્દ્રાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું તથા સન્માનિય મહેમાન તરીકે ગરબાડા પીએસઆઇ જે.વી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરી ભેટ આપવામાં આવી હતી.  તથા શ્રીમદ ભાગવત કથાકાર ઋષિકુમાર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઓમશાંતિ પરિવારના ભાઈ- બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

        શિવ દર્શન મહોત્સવની પૂર્ણાહુતિ બાદ મહાપ્રભુ પ્રસાદ (ફુડ પેકેટ) નું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ઓમશાંતિ પરિવારના ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here