ગરબાડા ખાતે ગણપતિજીના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0
167

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાના મેઇન બજારમાં વર્ષો પુરાણું ગણપતિ દાદાનું મંદિર આવેલ હતું. જે મંદિરને ૧૯૮૭ની સાલમાં પાકું બાંધકામ કરવામાં માટે તેને તોડી પાડી પાકું મંદિર બનાવવામાં આવ્યું હતું. હાલમાં ગરબાડા સોની સમાજ દ્વારા આ મંદિરનું પુનઃ જીર્ણોદ્ધાર કરી આખું મંદિર આરસનું બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ મંદિરમાં અંબેમાતા, સરસ્વતી માત તથા લક્ષ્મી માતાની મૂર્તિઓનું પણ સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ગણપતિ દાદાના મંદિરનું જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં તા.૦૫/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગરબાડા નગરમાં આતીશબાજી સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સોની સમાજના તેમજ ગરબાડા નગરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ મંદિરમાં બ્રાહ્મણ દ્વારા પુજા વિધિ કરવામાં આવી હતી અને રાત્રિના સમયે ભજન સંધ્યાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તથા આજરોજ તા.૦૬/૦૭/૨૦૧૮ ના રોજ અંબે માતા, સરસ્વતી માતા તથા લક્ષ્મી માતાની મૂર્તિની સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર બાદ કળશ સ્થાપન તેમજ ધજારોહણ કરી બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અને સાંજના સમયે સર્વજ્ઞાતિનું સમૂહ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here