ગરબાડા ખાતે બળીયાદેવ – શીતળામાતાજી ના મંદિરે ચોથો પાટોત્સવ ઉજવાયો

0
190

 

 

આજરોજ અષાઢ સુદ.૨ તારીખ.૧૪/૦૭/૨૦૧૮ ના રોજ ગરબાડા ખાતે શ્રી બળીયાદેવ-શીતળામાતાજી મંદિર સમિતિ દ્વારા શ્રી બળીયાદેવ-શીતળામાતાજીના મંદિરે શ્રી બળીયાદેવ-શીતળામાતાનાં ચોથા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે દશ કલાકે બળીયાદેવ-શીતળામાતાજીના મંદિર સુધી બેન્ડવાજા સાથે શોભાયાત્રાનું આઝાદ ચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા ગરબાડા નગરમાં ફેરવવામાં આવી હતી. ત્યાર બાદ બળીયાદેવ-શીતળામાતાજી ના મંદિરે આરતી તેમજ મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લ્હાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here