ગરબાડા ખાતે શ્રી રામજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું

0
174

 

 

ગરબાડા નગરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનોના સહયોગથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ (શ્રીમદ્ ભાગવત કથા) નું આજ તા.૧૮/૦૯/૨૦૧૮ ના રોજથી તા.૨૫/૦૯/૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ બપોરનાં ૦૧:૧૫ કલાકે રાજુભાઇ વાલચંદભાઈ કલાલના ત્યાંથી પોથી પધરાવવામાં આવી છે.

કથાનું રસપાન વક્તા શાસ્ત્રી રૂષીકુમાર જોષીના મધુર કંઠે કરાવવામાં આવી રહ્યું છે જેમાં શ્રોતાઓ કથાનો લ્હાવો લઈ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કથાનો સમય બપોરના ૦૧:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યાનો રાખવામાં આવેલ છે.

તા.૨૨/૦૯/૨૦૧૮ શનિવારના રોજ સાંજના ૦૪:૦૦ કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here