ગરબાડા ગાંધીચોક વિસ્તારમાંથી એક મોટર સાઇકલની ચોરી

0
501

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada

        ગરબાડાના એક સ્થાનિક વેપારીની હીરોહોન્ડા કંપનીની ૨૦૦૧ ના મોડેલની આશરે રૂપિયા ૧૫૦૦૦/- ની કિંમતની મોટર સાઇકલ તેમના ઘરના આંગણામાંથી કોઈ અજાણ્યા ચોર રાત્રિના સમય દરમ્યાન ચોરી કરી લઈ ગયેલ છે આ બાબતે મોટર સાઇકલના માલિક દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

        પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, ગરબાડાના ગાંધીચોક વિસ્તારમાં રહેતા અને તેજ સ્થળે કરિયાણાની દુકાન ધરાવતા હમીરસિંહ ગણપતસિંહ ભોકણે તારીખ.૧૬/૦૨/૨૦૧૬ ના રોજ તેમની હીરોહોન્ડા કંપનીની જીજે.૨૦.સી.૮૫૪૫ નંબરની મોટર સાઇકલ લોક કરીને તેમના આંગણામાં મુકેલ હતી અને તેઓ રાત્રિના દશેક વાગે જમી પરવારી તેમના ઘરમાં સૂઈ ગયેલ ત્યારે રાત્રિના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોર આ મોટર સાઇકલ ચોરી કરી લઈ ગયેલ છે.

        સવારમાં સાત વાગ્યાના સુમારે હમીરસિંહ ગણપતસિંહ ભોકણ તેમની દુકાનનું બારણું ખોલતા તેમના આંગણામાં મુકેલ તેમની મોટર સાઇકલ જોવા મળેલ નહીં ત્યારે તેમને તથા તેમની પત્નીએ આજુબાજુમાં તપાસ કરેલ પણ તેમની મોટર સાઇકલ આજદિન સુધી મળી આવેલ નહીં. જેથી મોટર સાઇકલની ચોરી બાબતે હમીરસિંહ ગણપતસિંહ ભોકણે ગરબાડા પોલિસ સ્ટેશનમાં તારીખ.૧૯/૦૨/૨૦૧૬ ના રોજ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.ફર્સ્ટ.ગુ.ર.નં. ૧૪/૧૬ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here