ગરબાડા ગામેથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

0
583

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા ગામેથી તેર વર્ષીય સગીર છોકરીનું અપહરણ થતાં છોકરીની માતા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતિ મુજબ, ગરબાડા તાલુકાના નઢેલાવ ખાતે રહેતા અને અને છેલ્લા આઠ વર્ષથી મકાન ભાડે રાખી ગરબાડામાં રહેતા લસીબેન ચંદ્રસિંહ હઠીલાની તેર વર્ષીય સગીર પુત્રીને ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે રહેતો મહેશ ઉર્ફે માઈકલ વનજીભાઈ મેડા તરીખ.૨૬/૦૨/૨૦૧૭ ના રોજ ગરબાડા ખાતેથી પટાવી, ફોસલાવી, લલચાવી તેની પત્ની તરીકે રાખવા લસીબેન ચંદ્રસિંહ હઠીલાના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે.

આ બાબતે અપહ્યત તેર વર્ષીય સગીરાની માતા લસીબેન ચંદ્રસિંહ હઠીલાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં મહેશ ઉર્ફે માઈકલ વનજીભાઈ મેડા વિરૂધ્ધ તારીખ.૧૧/૦૩/૨૦૧૭ ના રોજ ફરીયાદ આપતા ગરબાડા પોલીસે પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૯/૧૭ ઇ.પી.કો.કલમ. ૩૬૩, ૩૬૬ તથા પોકસો એક્ટ કલમ.૩,૪ મુજબ મહેશ ઉર્ફે માઈકલ વનજીભાઈ મેડા વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here