ગરબાડા ચામુંડા માતાજીનાં મંદિરે તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં આશો સુદ અષ્ટમી નિમિતે હવન કરવામાં આવ્યું

0
655
Priyank new Passport Piclogo-newstok-272-150x53(1)
PRIYANK CHAUHAN GARBADA
માં શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીનું અને તેમાં આશો સુદ અષ્ટમીનું અત્યંત ધાર્મિક મહત્વ હોય છે. ગરબાડા નગરમાં તથા ગરબાડા પંથકના અન્ય માતાજીનાં મંદિરોમાં ધાર્મિકવિધિસહ હવન કરવામાં આવ્યું હતું.
આશો સુદ અષ્ટમીના પવિત્ર દિને ગરબાડા મેઇન બજાર સ્થિત ચામુંડા માતાજીનાં મંદિરે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આશો સુદ અષ્ટમી નિમિતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું અને યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
અષ્ટમીનું હવન અને માતાજીનાં દર્શનનો તેમજ આરતીનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લ્હાવો લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ગરબાડા પોલીસ સ્ટેશનમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે અને હવન રાખવામા આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here