ગરબાડા તાલુકાનાં ખારવા ગામે રોડને અડીને અકસ્માત નોતરતો પાણી અને થાળા વગરનો જોખમી કુવો  ( Sponserd By Honda “Navi” )

0
900

  

Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272

     

Priyank Chauhan – Garbada

તંત્રની નિષ્કાળજીને લીધે અવારનવાર કુવામાં વાહનો ખાબકવાના બનાવો બનતાજ રહે છે. ગઇકાલે રવિવારે પણ સંતરામપુરના કણજરા પાસે વહેલી સવારમાં જાનૈયાઓની જીપ પાણી વગરના કુવામાં ખાબકતાં આગિયારથી વધુ જાનૈયાઓને ઇજાઓ પહોંચી હતી અને એકનું મોત નીપજેલ હતું. થોડા દિવસ પહેલા પણ શહેરા તાલુકાનાં ગઢ ગામ નજીક પચાસથી વધુ ડાઘુઓ ભરેલું ટ્રેક્ટર કુવામાં ખાબક્યું હતું જેમાં દશના મોત થયા હતા. આવા તો બીજા પણ કુવામાં વાહનો ખાબકવાના બનાવો બનેલ છે.

        ત્યારે આવોજ એક પાણી અને થાળા (આડાશ) વગરનો જોખમી સુકો કુવો ગરબાડા તાલુકાનાં ખારવા ગામે આવેલ છે આ કુવો ખારવાથી ગરબાડા બાયપાસ રોડ ઉપર આવેલ છે અને આ કુવો આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંડો અને રસ્તાને બિલકુલ અડીને સપાટ સ્તરનો હોય જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો છે.

HONDA NAVIHONDA NAVI

        ખારવા તથા આજુબાજુના ગામના લોકો ગરબાડા આવવાજવા માટે મોટા ભાગે આ બાયપાસ રસ્તાનો ઉપયોગ કરે છે અને આ કુવા નજીક લોકોની વસ્તી પણ આવેલ છે અને Rahul motors તેમના ઢોરઢાંકર પણ ચરતા હોય છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે જેથી વાહનોની અવરજવર પણ આ રસ્તા ઉપર વધી છે. ત્યારે આ કુવો જોખમી બન્યો છે. પરંતુ જવાબદર તંત્ર આ બાબતે બિલકુલ નિશ્ચિંત બન્યું છે અને આજદિન સુધી આવા કુવાઓની માહિતી મેળવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી જવાબદાર તંત્ર આ બાબતે સાબદું બની ગરબાડા તાલુકામાં આવા જોખમી કુવાઓની માહિતી એકત્ર કરી જરૂરી કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે જેથી કરીને મોટી હોનારત નિવારી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here