ગરબાડા તાલુકાનાં ગુંગરડી ગામે યુવતી પાસેથી તેનો મધ્યાહન ભોજન સંચાલકનો નિમણુંક ઓર્ડર તેની પ્રતિસ્પર્ધી મહિલાએ ઝૂટવી ફાડી નાંખતા તે મહિલા સહિત અન્ય ત્રણ મહિલાઓ સામે યુવતીની પોલીસ ફરીયાદ

0
425

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાનાં ગુંગરડી ગામની સીંગામહુડા ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ રસોઈયાની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત પડેલ. જેમાં ગુંગરડી સીંગામહુડા ફળીયાના રહીશ સાજનબેન કેશુભાઈ ડામોરે નોકરી મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને તેમનાજ  ફળીયાની નન્નાબેન રાહુલભાઈ ભાભોરે પણ સદર જગ્યા ઉપર નોકરી મેળવવા ફોર્મ ભર્યું હતું અને આ બંનેએ ઇન્ટરવ્યૂ આપતા સાજનબેન કેશુભાઈ ડામોર ઇન્ટરવ્યૂમાં પાસ થતા મામલતદાર ગરબાડાએ સાજનબેન કેશુભાઈ ડામોરને સીંગામહુડા ફળીયા વર્ગ શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ રસોઈયા તરીકેનો નિમણુંક ઓર્ડર આપેલ.

મામલતદાર તરફથી લેખિત નિમણુંક ઓર્ડર મળ્યો હોવાથી સાજનબેન તે ઓર્ડર લઈ તરીખ.૦૯/૦૨/૨૦૧૭ નાં રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાનાં અરસામાં ગુંગરડી ગામની સીંગામહુડા ફળીયામાં આવેલ શાળામાં શાળાનાં આચાર્ય પાસે હાજર થવા ગયા હતા અને આચાર્યને ઓર્ડર આપતા હતા તે દરમ્યાન ઇન્ટરવ્યૂમાં નાપાસ થયેલી નન્નાબેન રાહુલભાઈ ભાભોર તેની સાસુ ગોરખીબેન તથા જેમાબેન આનંદસીંગ ભાભોર તથા બીજી એક બહેન સાથે શાળામાં ઘસી આવી હતી અને નન્નાબેને સાજનબેન પાસેથી તેમનો નિમણુંક ઓર્ડર બળજબરીથી ઝૂટવી લઈ ગમે તેમ ગાળો બોલી કહેવા કહેલ કે, તને હાજર થવા દેવાની નથી અને તમોએ લાગવગ કરી ઓર્ડર કરાવેલ છે, તને અહિયા નોકરી કરવા દેવાની નથી અને હુજ નોકરી કરવાની છુ તેમ કહી ઓર્ડરનું કાગળ ઝુંટવી લઈ ફાડી નાખી તેના ટુકડા કરી નાંખ્યા હતા અને સાજનબેનને વાળ પકડી ગડદાપાટુનો માર મારી, કપડા ફાડી નાંખી  જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બાબતે સાજનબેન કેશુભાઈ ડામોરે ગરબાડા પોલીસ સ્ટેશનમાં નન્નાબેન રાહુલભાઈ ભાભોર, ગોરખીબેન ઝંગાભાઈ ભાભોર, જેમાબેન આનંદસીંગ ભાભોર તથા અન્ય એક મહિલા સામે ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩/૧૭ ઈ.પી.કો.કલમ.૩૨૩, ૩૪૧, ૨૦૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ  ચારેય મહિલાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here