ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામે પાંચ ઇસમોએ બળદની ક્રુરતાપૂર્વક કતલ કરી તેના મટનનો ભાગ પડતાં સમયે ત્યાં પોલીસ આવી જતાં ચાર ઇસમો નાસી છૂટ્યા, એક ઝડપાયો

0
216

PRIYANK CHAUHAN – GARBADA

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે (૧) ગુલાભાઇ ધુળાભાઈ અજરાવણ (૨) પ્રતાપભાઈ ભવાનભાઈ ગણાવા (૩) નાનસીંગભાઈ પીદીયાભાઈ ગણાવા (૪) તેરીયાભાઈ સુરતનભાઈ ગણાવા (૫) લાલાભાઈ બરસીંગભાઈ ગણાવાનાઓએ કુહાડી, છરા વડે બળદની ક્રુરતાપૂર્વક કતલ કરી તેના મટનનો ભાગ પાડતાં હતા તે સમયે ત્યાં પોલીસ આવી જતાં પોલીસને જોઈ આ ઇસમો નાસી છૂટતા પોલીસે પીછો કરી એક ઈસમને ઝડપી પાડેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, તારીખ.૨૨/૦૫/૨૦૧૮ ના રોજ ગરબાડા પી.એસ.આઈ. એ.એન.સોલંકીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝરીબુઝર્ગ ગામે ગુલાભાઈ ધુળાભાઈ અજરાવણ તથા તેમની સાથેના માણસોએ ખેતરમાં બળદને મારી નાખેલ છે અને તેના મટનનો ભાગ પાડવા માટે ભેગા થયેલ હોવાની બાતમી મળતાં ગરબાડા પી.એસ.આઇ.એ તેમના સ્ટાફના માણસોને બોલાવી બાતમીવાળી જગ્યાએ જતા માણસોનું ટોળું મટનની બાજુમાં ભેગુ થયેલ હતું જેવો પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેમની પાછળ પડી તેવો પૈકી એક માણસને પકડી પાડેલ અને તેનું નામ પુછતાં ગુલાભાઇ ધુળાભાઈ અજરાવણ રહે.ઝરીબુઝર્ગ, તા.ગરબાડા, જી.દાહોદ હોવાનું જણાવેલ અને તેની સાથેના નાસી ગયેલા માણસોના નામઠામ પૂછતાં (૧) પ્રતાપભાઈ ભવાનભાઈ ગણાવા (૨) નાનસીંગભાઈ પીદીયાભાઈ ગણાવા (૩) તેરીયાભાઈ સુરતાનભાઈ ગણાવા (૪) લાલાભાઈ બરસીંગભાઈ ગણાવા તમામ રહે ઝરીબુઝર્ગ, માળ ફળીયા, તા.ગરબાડા, જી.દાહોદ હોવાનું જણાવેલ.
પોલીસે સદર જગ્યાએ જોતા પ્લાસ્ટીકના કાગળમાં માંસના ટુકડા તેમજ માથાનો ભાગ, પગના ટુકડા તેમજ તેની નજીકમાં ચામડું પડેલ મળી આવતા પોલીસે પકડાયેલા ઈસમને શું કાપેલ છે તેવું પૂછતા સદર ઇસમે બળદ કાપેલ હોવાનું કબૂલ કરેલ. જેથી પોલીસે સદર બળદને કાપવા બાબત કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા સદર પકડાયેલા ઇસમે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા પોલીસે ગરબાડા વેટરનરી ડોક્ટરનો સંપર્ક કરી તેઓને ત્યાં બોલાવતા વેટરનરી ડોક્ટરે ઘટના સ્થળે આવીને તપાસ કરી જણાવેલ કે માંસ તથા ચામુંડા તેમજ સિંગડા જોતા આશરે રૂ।.30000/- નું હોવાનું જણાવી સદર માંસના ટુકડામાંથી એક ટુકડો એક કાંચની બરણીમાં મૂકી પૃથ્થકરણ માટે વેટરનરી ડોક્ટર ગરબાડા પશુ દવાખાને લઈ આવેલ અને પોલીસે સદર જગ્યાએથી પંચનામું કરી કુહાડી, લોહીવાળા છરા તપાસ અર્થે કબજે લઈ મટન તથા ચામડાને ખાડો ખોદી દાટી દઈ નાશ કરી (૧) ગુલાભાઇ ધુળાભાઈ અજરાવણ (૨) પ્રતાપભાઈ ભવાનભાઈ ગણાવા (૩) નાનસીંગભાઈ પીદીયાભાઈ ગણાવા (૪) તેરીયાભાઈ સુરતાનભાઈ ગણાવા (૫) લાલાભાઈ બરસીંગભાઈ ગણાવા, તમામ રહે.ઝરીબુઝર્ગ, માળ ફળીયા, તા-ગરબાડા, જી.દાહોદનાઓની સામે ઇ.પી.કો.કલમ. ૪૨૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ કલમ.૫,૬, તથા એનિમલ ક્રુએલ્ટી એક્ટ કલમ.૧૧(એલ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here