ગરબાડા તાલુકાનાં દેવધા ગામે ત્રણ ઇસમોએ બળદની ક્રુરતાપૂર્વક હત્યા કરી તેના મટનનો ભાગ પાડતા સમયે પોલીસ આવી જતાં ત્રણેય ઇસમો ફરાર

0
563

      Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1) PRIYANK CHAUHAN GARBADA

        ગરબાડા તાલુકાના દેવધા ગામે મનજીભાઈ પુનિયાભાઈ દેહદા તથા કમાભાઇ સવલાભાઇ દેહદા તથા મનીયાભાઈ નારસીંગભાઈ સંગાડીયાનાઓએ એકબીજાની મદદગારીથી કુહાડી, ધારિયા વડે બળદની ક્રુરતાપૂર્વક હત્યા કરી તેના મટનનો ભાગ પાડતાં હતા તે સમયે પોલીસ આવી જતાં પોલીસને જોઈ આ ત્રણેય ઇસમો નાસી ગયેલ છે.

        પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા પીએસઆઈને ખાનગીરાહે બાતમી મળેલ કે, દેવધા ગામે ગુંદરા ફળિયામાં રહેતા મનજીભાઈ પુનિયાભાઈ દેહદા તથા કમાભાઇ સવલાભાઇ દેહદા તથા મનીયાભાઈ નારસીંગભાઈ સંગાડીયાનાઓએ મનજીભાઇ પુનિયાભાઈ દેહદાના ઘર આગળ બળદ મારી નાખેલ છે અને તેના મટનના ભાગ પડે છે તેવી બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ તેમના સ્ટાફના માણસો તથા દેવધા ગામના બે પંચો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતાં ગાડીનું લાઇટ પડતાં મનજીભાઈ પુનિયાભાઈ દેહદા તથા કમાભાઇ સવલાભાઇ દેહદા તથા મનીયાભાઈ નારસીંગભાઈ સંગાડીયા પોલીસને જોઈ નાસી ગયેલ જેથી ગરબાડા પોલીસે તપાસ કરતાં મનજીભાઈ પુનિયાભાઈ દેહદાના ઘરના આંગણામાં જમીન ઉપર લોહી પડેલ હતું અને નજીકમાં બળદના બે શીંગડા પડેલા હતા અને તે શીંગડાઓની સાથે સફેદ ચામડી પણ હતી અને નજીકમાં શૌચાલય બનાવેલ હતું તેમાં પ્લાસ્ટિકનાં કાગળમાં બળદના માંસના ટુકડા તથા માથાનો ભાગ પડેલ હતો તથા બળદની ઇન્દ્રિયનો ભાગ પડેલ હતો અને તેનાથી થોડે દૂર સફેદ રંગના બળદનું ચામડું પડેલ હતું. જેથી ગરબાડા પીએસઆઈએ વેટનરી ઓફિસર પંચાલનો ટેલિફોનથી સંપર્ક કરતાં તેઓ બનાવનાં સ્થળ ઉપર આવેલ અને સદર મટનમાંથી એક છરી મળી આવેલ તેમજ લોહી વાળી કુહાડી તથા ધારિયું મળી આવતા ગરબાડા પોલીસે તેનું પંચનામુ કરી મટન તથા ચામડાને ખાડો ખોદી દાટી દઈ નાશ કરેલ અને છરી, કુહાડી તથા ધારિયું તપાસઅર્થે કબજે કરી મનજીભાઈ પુનિયાભાઈ દેહદા તથા કમાભાઇ સવલાભાઇ દેહદા તથા મનીયાભાઈ નારસીંગભાઈ સંગાડીયાનાઓ સામે ઇ.પી.કો.કલમ.૪૨૯, ૧૧૪ તથા એનિમલ ટુ ક્રૂએલ્ટી એક્ટ કલમ.૩, ૧૧(ડી)(એલ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here