ગરબાડા તાલુકાનાં ભીલવા ગામે ડાકણ સંબંધી વહેમમાં દંપતીની હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ગરબાડા પોલીસ

0
1459

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN GARBADA

 

        ગરબાડા તાલુકાનાં ભીલવા ગામે તારીખ.૧૯/૧૦/૨૦૧૬ ના રોજ દંપતીની ડાકણ સંબંધી વહેમમાં તેમનાજ ત્રણ કુટુંબીજનો દ્વારા હત્યા કરી દેવામાં આવેલ અને દંપતીની ગર્ભવતી પુત્રીને પણ લાતો મારી ઇજાઓ પહોચાડવામાં આવેલ. આ બેવડી હત્યાની ઘટના સંદર્ભે મરનાર દંપતીની પુત્રીએ આ હત્યા કરનાર ત્રણેય કુટુંબીજનો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરીયાદ આપતા ગરબાડા પોલીસે આ બેવડી હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે.navi 2images(2)

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ ગરબાડા તાલુકાનાં ભીલવા ગામે તારીખ. ૧૯/૧૦/૨૦૧૬ ના રોજ બદીયાભાઈ નાથાભાઈ સંગાડા,શૈલેષભાઈ કાળુભાઇ સંગાડા તથા કાળીયાભાઈ ફતાભાઈ સંગાડાનાઓએ ભેગા મળી તેમના કુટુંબી દંપતી નામે કનુભાઈ સેંગાભાઈ સંગાડીયા તથા તેમની પત્ની જેનાબેન ઉપર ડાકણ સંબંધી વહેમ રાખી તેમની સાથે ઝગડો કરી જીવલેણ હુમલો કરી દંપતીને મોતને ઘાટ ઉતારેલ તથા તેમની ગર્ભવતી પુત્રીને પણ લાતો મારી ઇજાઓ પહોચાડી નાસી ગયેલ.

        આ બેવડી હત્યાની ઘટના સંદર્ભે મરનાર દંપતીની ગર્ભવતી પુત્રી નામે શારદાબેન રાજુભાઇ મોહણીયાએ તારીખ.૧૯/૧૦/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં બેવડી હત્યા કરનાર બદીયાભાઈ નાથાભાઈ સંગાડા, શૈલેષભાઈ કાળુભાઇ સંગાડા તથા કાળીયાભાઈ ફતાભાઈ સંગાડા વિરુદ્ધ નામજોગ ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આ ત્રણેય આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here