ગરબાડા તાલુકાનાં ભુતરડી ગામે અજાણ્યા ઈસમની દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર

0
446

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan – Garbada

ગરબાડા તાલુકાનાં ભુતરડી ગામે ગૌચરની જમીનમાં આંબાના ઝાડ નીચે એક અજાણ્યા ઈસમની વણઓળખાયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામેલ છે. તેને શરીરે લાંબી બાયનું ચોકડી વાળો શર્ટ પહેરેલ છે તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે અને તેનું શરીર ફૂલી ગયેલી હાલતમાં છે. આ અજાણ્યા ઈસમની લાશ ક્યારથી પડી છે, આ લાશ કોની છે અને આ ઈસમનું મોત કેવી રીતે થયેલ છે તે હજુ સુધી જાણવા મળેલ નથી.
(Byte :  પશવાભાઈ જવાભાઈ બામણીયા (સરપંચ, ભુતરડી ગ્રા.પંચાયત) : હું ભુતરડી ગ્રામ પંચાયતનો સરપંચ છુ, આજે સવારે આઠેક વાગ્યે મારા ગામના શકરાભાઈ સેવાભાઇ બારિયાએ આવીને મને કીધું કે, આપણાં ગામે ગૌચરણની જમીનમાં   આંબાના ઝાડ નીચે કોઈ માણસ પડેલો છે તેથી હું તથા અમારા ગામના ડેપ્યુટી સરપંચ પરમાર વરસીંગભાઈ કીડિયાભાઇ તથા ગામના બીજા માણસો ત્યાં ગયેલા અને જોયું તો એક માણસ ત્યાં મરેલી હાલતમાં પડ્યો હતો તેને જોતાં તે ઓળખાયેલ નહીં. જેથી અમોએ આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશને જાણ કરેલ છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here