ગરબાડા તાલુકાનાં વજેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મચ્છરદાનીનું મફત વિતરણ કરાયું

0
294

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

      દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં વજેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નેલસૂર ગામ તેમજ વજેલાવ ગામમાં પી.એચ.સી. એમ.સી. રંજન હિહોર, તાલુકા સુપરવાઇઝર ગોવિંદ સોની, ગિરીશ પરમાર, કમલેશ માવી, રાકેશ રાઠોડ, વનરાજ મોભ, જસવંત બારિયા, અજીતભાઇ વગેરે કર્મચારીઓની હાજરીમાં નેલસુર ગામમાં ૧૮૫૦ મચ્છરદાની તેમજ વજેલાવ ગામમાં ૨૦૦૦ મચ્છરદાનીનું ગામના લોકોને મફતમાં વિતરણ કરવામાં આવ્યું. આ મચ્છરદાની વિતરણ કરવાનો મુખ્ય હેતુ ગામમાં મલેરિયાનું પ્રમાણ ઓછું થાય તેમજ લોકોમાં મલેરિયા અંગે જન જાગૃતિ આવે. મચ્છરદાની લેવા માટે બંને ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here