ગરબાડા તાલુકાનાં સાહડા ગામે ૧૮ વર્ષીય છોકરી સળગતા દીવામાં કેરોસીન ભરતા દીવાની ઝાળ લાગતા દાઝી ગઈ

0
402

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાનાં સાહડા ગામે ૧૮ વર્ષીય છોકરી રાત્રિનાં સમયે સળગતા દીવામાં કેરોસીન ભરતી હતી તે વખતે એકાએક દીવાની ઝાળ લગતા છોકરીનાં કપડાંમાં આગ લાગી જવાથી દાઝી જતા તેને દાહોદ દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાનાં સાહડા ગામના કાચલા ફળિયામાં રહેતા નયનાબેન શકનભાઈ ગણાવા તારીખ.૨૪/૦૩/૨૦૧૭ નાં રોજ તેમના કાકા લલ્લુભાઈનાં ઘરે તેની છોકરીનાં લગ્ન હોવાથી તે લગ્નમાં ગયેલા અને રાત્રિનાં બે વાગ્યાનાં અરસામાં તેમના ઘરે પરત આવેલ તે વખતે લાઇટ બંધ થઈ જતા નયનાબેને દીવો સળગાવેલ પરંતુ દીવામાં કેરોસીન ન હોવાથી દીવો થોડો થોડો બળતો હોય નયનાબેન ચાલુ દીવામાં કેરોસીન રેડતાં હતા તેવામાં એકાએક દીવાની ઝાળ નયનાબેનનાં કપડાંમાં લગતા કપડાંમાં આગ લાગી ગયેલ જેથી નયનાબેન બળતી હાલતમાં ઘરની બહાર તેમના પિતા સુતા હતા ત્યાં આવી બચાઓ બચાઓની બુમો પાડતા પડી ગયેલ જેથી ગોદડી તેમના ઉપર નાંખી આગ ઓલવેલ.  નયનાબેન આખા શરીરે દાઝી ગયેલ હોવાથી મેરસિંગભાઈએ ૧૦૮ મોબાઇલ વાનને ફોન કરતાં ૧૦૮ વાન આવી જતા ૧૦૮ વાન મારફતે નયનાબેનને દાહોદ ખાતે આવેલ કે.કે. સર્જિકલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર માટે દાખલ કરેલ છે.

આ બનાવ સંદર્ભે નયનાબેનના ભાઈ હિન્દુભાઈ શકનભાઈ ગણાવાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસે જાણવા જોગ નં.૯/૨૦૧૭ થી નોંધ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here