ગરબાડા તાલુકાના આંબલી ગામે બે તળાવો ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોના અંદાજિત ૩૯૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

0
52

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામે બે તળાવો ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોને તેની અસર પહોંચે તેમ હોવાથી ગરબાડા મામલતદારટી.ડી.ઓ.પ્રાંત અધિકારી દાહોદપી.એસ.આઈ. સહિત વહીવટી તંત્રએ આંબલી ગામે પહોચી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સાવચેતીના ભાગરૂપે કુલ ૫૫ કુટુંબોના અંદાજિત ૩૯૦ લોકોને સલામત સ્થળે ઊંચાણવાળા વિસ્તારમાં પ્રાથમિક શાળાઓમાં આશરો આપવામાં માટે ખસેડવામાં આવેલ છે. અને ચાર પ્રાથમિક શાળામાં આ તમામની જમવાની વ્યવસ્થા ગરબાડા તાલુકાના મામલતદાર દ્વારા કરવામાં આવી છે અને બંને તળાવો ખાતે જેસીબી મશીન દ્વારા માટી નાંખી પાળાનું પુરાણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here