ગરબાડા તાલુકાના દેવધા ગામે પૈસાની લેવડ-દેવડ બાબતે બે ઇસમોએ ભેગા મળી એક ઇસમની હત્યા કરી.

0
720

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે પૈસા બાબતની લેવડ-દેવડ બાબતે બે ઇસમોએ ભેગા મળી એક ઈસમને પેઢુંમાં તેમજ માથામાં બોચીના ભાગે મુક્કો મારી ગેબી માર મારી તેની હત્યા કરી દેતા દેવધા ગામમાં ભારે ચકચાર મચી જવા પામેલ છે. આ બાબતે હત્યા કરનાર બે ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, તા.૩૦/૦૭/૨૦૧૮ ના રોજ સાંજના આશરે ૦૬:૦૦ વાગ્યાના સુમારે મોહનભાઈ પ્રતાપભાઈ દેહદાના કુટુંબી ભાઈનો છોકરો શૈલેષભાઈ બાલમસીંગ દેહદા તેમના ફળિયામાં આવી ઘરના માણસોને જણાવેલ કે, વજેસીંગભાઈ જંગલસીંગભાઈ દેહદાનાઓ મને કહેલ કે, તમો અમારા પૈસા ખાઈ ગયેલ છો તેમ કહી અવારનવાર મારી સાથે ઝગડો તકરાર કરી ગાળો બોલ્યા કરે છે જેથી મારે ફળિયાના માણસો ભેગા કરી આ વજેસીંગભાઈ કેમ મને પૈસા ખાઈ ગયેલ છે તેમ કહી ગાળો બોલી ઝગડો તકરાર કર્યા કરે છે. જેથી મારે ફળિયાના માણસોને ભેગા કરી તેને આ ગાળો બોલવા અંગે તથા ઝગડો કરવા અંગે પૂછપરછ કરી પંચરાહે નિકાલ કરવા અંગે મારે માણસો ભેગા કરવાના છે. જેથી આવતીકાલે સવારે આઠ વાગ્યે મારા ઘરે ભેગા થવાનું છે તેમ જણાવતાં આજ રોજ તા.૩૧/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે ફળિયાના ૨૦ જેટલા માણસો ભેગા થયેલ હતા તે દરમ્યાન સવારમાં આશરે ૦૯:૪૫ વાગ્યેના અરસામાં વજેસીંગભાઈ જંગલસીંગ દેહદા તથા રાજુભાઇ ગુમાનભાઈ દેહદા તથા કમલેશભાઈ ગુમાનભાઈ દેહદાનાઓ વચ્ચે પંચમાં વાતોવાતોથી બોલાચાલી થતાં ગાળાગાળી થતાં રાજુભાઇ ગુમાનભાઈ દેહદા તથા કમલેશભાઈ ગુમાનભાઈ દેહદાનાઓ એકદમ ઉશ્કેરાઈ જઇ વજેસીંગભાઈ જંગલસીંગ દેહદાને પકડી પાડી તેને ગેબી માર મારવા લાગેલા અને રાજુભાઇ ગુમાનભાઈ દેહદાએ વજેસીંગભાઈને પેઢુંના ભાગે જમણા પગની લાત મારેલ તથા કમલેશભાઈએ વજેસીંગભાઈને માથામાં બોચિના ભાગે મુક્કો મરેલ જેથી વજેસીંગભાઈ જંગલસીંગ દેહદાને ગેબી માર મારતા તેઓ જમીન ઉપર પડી ગયેલ અને બેભાન થઈ ગયેલ. જેથી 108 વાનને ફોન કરતાં 108 વાન આવી ગયેલ અને 108 ના ડોક્ટરે જણાવેલ કે વજેસીંગભાઈ જંગલસીંગ દેહદા મરણ ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here