ગરબાડા તાલુકાના દેવધા ગામે ચૂંટણીની અદાવતમાં લાકડીના ફટકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ.

0
396

priyank-passport-photo-newlogo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA

ગરબાડા તાલુકાના દેવધા ગામે ચૂંટણીની અદાવત રાખી ચૂંટણીમાં તમોએ અમોને કેમ વોટ આપેલ નથી તેમ કહી ગાળો બોલી લાકડીનાં ફટકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર દેવધા ગામના ત્રણ ઇસમો સામે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાના દેવધા ગામે આજરોજ તારીખ.૦૩/૦૧/૨૦૧૭ ના રોજ મંગુભાઇ કેશુભાઈ દેહદાની પત્ની નામે કનીતાબેન વહેલી સવારે ઢોરોનું વાસીદુ નાંખવા ખેતરમાં ગયા હતા તે વખતે તેમના ફળીયામાં રહેતા રતનાભાઈ વાલાભાઈ દેહદા હાથમાં લાકડી લઈ ઉભા હતા તથા તેમની સાથે ગોપચંદભાઈ હરૂભાઈ દેહદા તથા તેના પિતા હરૂભાઈ પારસીંગભાઈ દેહદા પણ ઉભા હતાં. આ ત્રણેય જણાએ કનીતાબેનને ગાળો આપી કહેલ કે, તારા પતિએ તથા તમોએ અમોને વોટ કેમ આપેલ નથી તેવું કહી ગાળો બોલતા હોય જેથી મંગુભાઇ કેશુભાઈ દેહદા ત્યાં દોડી આવ્યા હતા તેવામાં રતનાભાઈ વાલાભાઈ દેહદાએ તેના હાથમાની લાકડીના બે-ત્રણ ફટકા કનીતાબેનને મારી વાળ પકડી નીચે પછાડી દઈ લાતો મારી હતી તેવામાં ગોપચંદભાઈ હરૂભાઈ દેહદા તથા તેના પિતા હરૂભાઈ પારસીંગભાઈ દેહદાએ રતનાભાઈ વાલાભાઈની ઉશ્કેરણી કરી કહેતાં હતાં કે તેણીને જાનથી મારી નાંખો તેમ કહેલ તથા મંગુભાઇ કેશુભાઈ દેહદાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા મંગુભાઇએ બૂમાબૂમ કરતાં મંગુભાઇના પિતા કેશુભાઈ આવી જતાં મંગુભાઇ તથા તેની પત્ની કનીતાબેનને વધુ મારમાંથી બચાવેલ અને તે પછી ૧૦૮ મોબાઇલ વન બોલાવી કનીતાબેનને દાહોદ સોની હોસ્પિટલમાં દવા સારવાર માટે દાખલ કરેલ છે.

આ બનાવ સંબંધી મંગુભાઇ કેશુભાઈ દેહદાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં રતનાભાઈ વાલાભાઈ દેહદા, ગોપચંદભાઈ હરૂભાઈ દેહદા તથા હરૂભાઈ પારસીંગભાઈ દેહદા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૩/૨૦૧૭ ઇ.પી.કો.કલમ.૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ.૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here