ગરબાડા તાલુકાના નીમચ ગામે 34 વર્ષીય પરણિત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

0
357

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામે 34 વર્ષીય પરણિત મહિલાએ અગમ્ય કારણોસર ઘરમાં જ દોરડું બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કરી જીવનલીલા સંકેલી લેતા તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના નીમચ ગામે રહેતા પરમાર સુરેશભાઈ મગનભાઈ તારીખ.22/07/2018 ના રોજ રાતના જમી પરવારી રાત્રીના અગિયાર વાગ્યે તેમના છોકરા તથા તેમની માં સાથે ઘરની ઓસરીમાં સૂઈ ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે તેમની પત્ની નામે કસમાબેન સુરેશભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પાટ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે આ બનાવની સવાર જાણ થતાં પરમાર સુરેશભાઈ મગનભાઈ એ તેમના કુટુંબીજનોને આ બનાવની જાણ કરી તેમના કુટુંબીજનો સાથે ગરબાડા પોલીસ સ્ટેશનમાં આવી આ બનાવ અંગે પોલીસને જાણ કરેલ છે.

આ બનાવ સંદર્ભે ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.અ.મોત. નં.17/18 CRPC કલમ.174 મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here