ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે મોટરસાઇકલની ટક્કરે મહિલાને ગંભીર ઇજાઓ થતાં તે મહિલાનું સારવાર દરમ્યાન મોત

0
378

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે એક મોટરસાઇકલના ચાલકે રોડની બાજુમાં ઊભેલી મહિલાને અડફેટમાં લઈ તેને ટક્કર મારી પાડી દેતા મહિલાના માથાના ભાગે તથા પગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ વાન મારફતે દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતી કરવામાં આવેલ, ત્યાં સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજતાં મૃતક મહિલાના પુત્રએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટર સાઇકલ ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવેલ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, તારીખ.૩૧/૦૩/૨૦૧૭ ના રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પાંચવાડાથી પાટાડુંગરી જતાં રોડ ઉપર સાંજના ચારેક વાગ્યાના સુમારે કાળીબેન બીજીયાભાઈ ભુરીયા ઢોરોની દેખરેખ માટે રોડની બાજુમાં ઊભા હતા તે સમયે પાટાડુંગરી બાજુથી એક બજાજ પલ્સર મોટર સાઇકલ જેનો નંબર નંબર. જીજે.૨૦.એચ.૮૮૦૦ ના ચાલકે તેની મોટર સાઇકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલ કાળીબેનને અડફેટમાં લઈ ટક્કર મારી પાડી દેતા કાળીબેનને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળતા તેમજ જમણા પગે પણ ઇજાઓ થતાં લોહી નીકળેલ. આ અકસ્માત થતાં મોટર સાઇકલ ચાલક તેની મોટર સાઇકલ ત્યાજ મૂકી નાસી ગયેલ.

અકસ્માતનો ભોગ બનનાર કાળીબેનના પુત્ર ઝંગાભાઈ બીજીયાભાઈ ભુરીયા ઘટના સ્થળે દોડી આવી તેમને ૧૦૮ મોબાઈલ વાનને ફોન કરી બોલાવી ૧૦૮ વાનમાં કાળીબેનને દાહોદ કે.કે.સર્જિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર ચાલુ કરેલ તે દરમ્યાન તારીખ.૦૧/૦૪/૨૦૧૭ ના રોજ કાળીબેનને ગભરામણ થતાં ડોક્ટરને તપાસ કરવા બોલાવતા ડોક્ટરે કાળીબેનનું મરણ થયેલ હોવાનું જણાવેલ.

આ બાબતે મૃતક કાળીબેનના પુત્ર ઝંગાભાઈ બીજીયાભાઈ ભુરીયાએ તારીખ.૦૧/૦૪/૨૦૧૭ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગરબાડા પોલીસે  ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૩/૧૭ ઇ.પી.કો.કલમ.૨૭૯, ૩૩૮, ૩૦૪-બ, એમ.વી. એક્ટ.૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ અકસ્માત કરી તેની મોટરસાઇકલ સ્થળ ઉપર મૂકી નાસી જનાર બજાજ પલ્સર મોટર સાઇકલ નંબર.જીજે.૨૦.એચ.૮૮૦૦ ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here