ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના ૫૦૨- ગામોનું ગામદીઠ આયોજન મંજુર થયેલ હતા જેના ભાગ રૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ વિવિધ કાર્યોના રૂપિયા 26 કરોડના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા
ભારત સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જીલ્લાના દાહોદ, ગરબાડા, ધાનપુર તાલુકાના વિવિધ ગામોના મંજુર થયેલ રસ્તાના કામોની વહીવટી મંજૂરી સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ ને આપવામાં આવેલ છે. જે અંતર્ગત સંબંધિત ગ્રામ પંચાયતોને વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ આજે તા.૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે રાખવામાં આવેલ હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા લોકસભાના સાંસદ
જસવંતસિંહ ભાભોર, વિશેષ ઉપસ્થિતિ કરણસિંહ એસ. ડામોર પ્રમુખ જીલ્લા પંચાયત દાહોદ અને પ્રેરક ઉપસ્થિતિ કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય દાહોદ તથા મહેન્દ્રભાઈ આર. ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓના વરદ્હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ દાહોદ જિલ્લાની ૪૯૦ – આંગણવાડી કેંન્દ્રો, ૨૫૩ – ગામોમાં, સામુહિક આરોગ્ય કેંદ્રો ખાતે રિપેરિંગ, ૨૦ – ગામોમાં આદિજાતિ પશુપાલકો ને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે, આદિજાતિ બાળકોને શિક્ષણ હેતુથી ૧૪- પ્રાથમિક શાળા ખાતે નવીન ક્લાસ રૂમના બાંધકામ કરવા માટે દાહોદ જિલ્લામાં કુલ 332 ગામોમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ આજે પાંચવાડામાં 26 કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું
Byte – જસવંતસિંહ ભાભોર સાંસદ દાહોદ