ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે જીપની ટક્કરે બાઇક ચાલકનું મોત

0
300

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે જીપની ટક્કરે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થતાં આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તા.૧૨/૦૩/૨૦૧૭ ના રોજ રાત્રીના ૦૮:૧૫ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે પાણીના ટાંકા પાસે રોડ ઉપર જીપ નં.જીજે.૨૦.એ.૩૨૩૯ ના ચાલકે તેના કબ્જાની જીપ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભીલવા ગામના રહીશ શૈલેષકુમાર રમેશભાઈ ચૌહાણની મોટર સાઇકલ નં.જીજે.૨૦.પી.૯૪૬૬ ને અડફેટમાં લઈ અથડાવી અકસ્માત કરતાં શૈલેષકુમાર રમેશભાઈ ચૌહાણને માથામાં તેમજ શરીરે ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બાબતે ગરબાડા પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી ધરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here