ગરબાડા તાલુકાના પાટીયા ગામે ચાર ઘરોને નિશાન બનાવતા તસ્કરો, રોકડ રકમ સહિત કુલ ₹.૭૫૦૦૦/- ના માલમત્તાની ચોરી

0
117

PRIYANK CHAUHAN – GARBADA

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામના નેળ ફળિયામાં તા.૧૭/૦૬/૨૦૧૮ ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ભીમલાભાઈ ગલજીભાઈ ભુરિયાના ઘરમાંથી બકરા નંગ-૬, ગાય નંગ-૨, બળદ નંગ-૨ તથા ચાંદીના તોડા નંગ-૨ તથા રોકડા ₹.૪૦૦૦/- ની ચોરી કરી બાજુમાં રહેતા જવાભાઈ પારીયાભાઈ ભુરિયાના ઘરમાંથી પણ બકરા નંગ-૫, બળદ નંગ-૨, ગાય નંગ-૨ તથા ચાંદીની સાકળી નંગ-૨, ઝાંઝરી નંગ-૧ તથા સવાભાઇ પારીયાભાઈ ભુરિયાના ઘરેથી પણ બકરી નંગ-૨, બળદ નંગ-૧, ગાય નંગ-૧ તથા રોકડા ₹.૧૦૦૦૦/- તથા છગનભાઈ પારીયાભાઈ ભુરિયાના ઘરેથી બકરી નંગ-૩, ગાય નંગ-૧૧ તથા ચાંદીની સાકળી નંગ-૧ તથા રોકડા ₹.૧૦૦૦/- ની મત્તા મળી આશરે કુલ ₹.૭૫૦૦૦/- ના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો ફરાર થઈ ગયેલ છે.
આ બાબતે ભીમલાભાઈ ગલજીભાઈ ભુરિયાએ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here